અરરરર/ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દુદાપૂર ગામની સીમમાં બાળક બોરવેલ ફસાયું અને પછી…..

ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ગણતરીની કલાકોમાં લગભગ 40 મિનિટમાં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મેળવી હતી.

Top Stories Gujarat Others
બાળક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલ વાડીની અંદર બોરમા બાળક પડવાની દુર્ઘટના ઘટી છે. જોકે તરત જાણ થઇ જતા તંત્રે તુરંત પગલા ભર્યા હતા અને ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટ માં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મેળવી હતી.

મળતી વધુ વિગત અનુસાર ગત રાત્રે ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની વાડીમાં બે થી અઢી વર્ષનું બાળક રમતા રમતા  બોરમાં પડ્યું હોવાની દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  અને સાથે  તંત્ર દ્વારા અમદાવાદ NDRF ની ટીમ ને પણ જાણ કરવામાં આવી સાથે  તંત્ર દ્વારા ધ્રાંગધ્રા આર્મીની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટ માં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. દુદાપૂરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ જેની ઉંમર અંદાજીત બે વર્ષ જેટલી છે. જે  રમતા રમતા બોરમાં પડી ગયો હતો. અને 20 થી 25 ફૂટે બાળક ફસાયેલ હતો. આ ઘટના બનતા ત્યાં મજૂરી કામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકો ને વાત કરી હતી અને તેની માતા સહીત ગ્રમાજનો ચિંતાતુર બન્યા હતા. જોકે બાળકનો સુરક્ષિત બચાવ થતા દરેકે નિરાંતનો શ્વાસ લીધો હતો.

બાળક

આ પણ વાંચો :  ‘મંતવ્ય ન્યૂઝ’નાં મહાઅભિયાનની પહેલને રાજયભરમાં ભવ્ય પ્રતિસાદ : ‘મંતવ્ય સાયક્લોથોન’માં જોડાયા હજારો લોકો