Gujarat surat/ સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

સુરત શહેર ખાણીપીણી રશિયાઓ માટે ખૂબ જ વખણાય છે. ત્યારે સુરતીઓ મોજ શોખ માટે તો જાણીતા છે. મોજ શોખ  પાછળ સુરતીઓ લાખો રૂપિયા ખર્ચી પણ દે છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 23T155221.636 સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

@અમિત રૂપાપરા 

Surat News:સુરતીઓ ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. સુરતના લોકો મોજશોખ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવા પણ અચકાતા નથી. ત્યારે સુરત RTOમાં મનપસંદગીના નંબર મેળવવા માટે ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટુ-વ્હીલરના નંબરના ઓક્સનમાં 6 લાખ રૂપિયાની તેમજ ફોરવીલરના ઓક્સનમાં RTOને 62 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે.

સુરત શહેર ખાણીપીણી રશિયાઓ માટે ખૂબ જ વખણાય છે. ત્યારે સુરતીઓ મોજશોખ માટે તો જાણીતા છે. મોજશોખ  પાછળ સુરતીઓ લાખો રૂપિયા ખર્ચી પણ દે છે. ત્યારે સુરતમાં પોતાના મનપસંદ નંબર મેળવવા માટે લોકો લાખો રૂપિયા આપવા માટે પણ અચકાતા નથી. ત્યારે કારની RW સીરીઝમાં પોતાનો પસંદગીનો નંબર મેળવવા માટે કાર માલિકોએ સુરત RTOની તિજોરીને છલકાવી દીધી હતી.

નવરાત્રિના તહેવારમાં વાહનની લે વેચ વધારે થતી હોય છે અને તેને ધ્યાનમાં લઈને વાહન ચાલક પસંદગીનો નંબર મેળવી શકે એટલા માટે સુરત આરટીઓ દ્વારા એક ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટુ વ્હીલર અને ફોર વહીલરની નવી સિરીઝ માટે ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટુ વહીલરની સીરીઝમાં સુરત આરટીઓને 6 લાખ રૂપિયા જેટલી આવક થઈ છે. આ ઉપરાંત ફોર વહીલરમાં સુરત આરટીઓએ 62 લાખ ઉપરાંતની આવક મેળવી છે.

જેમાં કારના નંબર માટે ધ્રુવ પટેલે પોતાની ફોર્ચ્યુનર કારમાં 1111 નંબર મેળવવા માટે 3,91,000 રૂપિયા ચૂકવ્યા હતા, તો વિનોદ કુમાર નામના વ્યક્તિએ 7777 નંબર મેળવવા માટે 1,74,000 ચૂકવ્યા છે. તો ધ્રુમિલશાહે 9999 નંબર માટે 1,10,000 રૂપિયા ચૂકવ્યા છે. આ ઉપરાંત 0007 1,05,000નંબર રૂપિયા, 1100 નંબર માટે 51,000 રૂપિયા, 1008 નંબર માટે 51,000 રૂપિયા, 0001 નંબર માટે 46,000 રૂપિયા, 0999 નંબર માટે 46,000 રૂપિયા, 2222 નંબર માટે 40,000 રૂપિયા અને 0333 નંબર માટે 40,000 વાહન માલિકી ચૂકવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી


આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

આ પણ વાંચો:લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં અગ્રેસર ગુજરાત દેશના કાર્ગો હેન્ડલિંગમાં આપે છે 39 ટકા યોગદાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ