@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના ચોક બજારમા વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી.જેમાં ઇન્સ્ટાગ્રામમાં યુવતીના ફોલોવર્સ વધારવા બાબતે બે ગ્રુપ વચ્ચે બબાલ થતા 19 વર્ષના જયદેવને બે ઈસમો દ્વારા ચપ્પુ મારી દેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એક હત્યા થઈ છે. સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યાની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નાની નાની બાબતો હત્યામાં પરિણમી રહી છે.તેવામા સુરતના વેડરોડ ખાતે આવેલી રૂપલ સોસાયટીમાં રહેતા જયદેવ નામના 19 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી.
વેડરોડની રૂપલ સોસાયટીમાં રહેતા જયદેવ નામના યુવાન અને તેમના અન્ય ગ્રુપમાં મિત્રો ને એક યુવતીના ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા બાબતે અગાઉ તકરાર થઈ હતી.યુવતીએ જયદેવને ફોલોવર્સ વધારવા કહ્યું હતું.જેથી જયદેવે તેની મદદ કરતા સામેના ગ્રુપના લોકો રોષે ભરાયા હતા.
જોકે અગાઉ આ મામલો શાંત થયો હતો.ત્યારબાદ ફરીથી આ મામલો ઉચકાતા બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને ગત રાત્રીના સમયે હીરાનું કામ કરતો જયદેવ કામ પરથી આવી જમીને બહાર ગયો હતો તે દરમ્યાન તેમના સામેના ગ્રુપના મિત્રો દિપક અને પપ્પુ તેમના ગ્રુપ સાથે આવ્યા હતા.અને જયદેવના મિત્ર સર્કલ બંને વચ્ચે વાતચીત ચાલતી હતી.તે દરમ્યાન યુવતીના ઇન્સ્ટાગ્રામ માં ફોલોવર્સ વધારવા બાબતે પપ્પુ અને દીપકે જયદેવને ચપ્પુના ઘા મારી દીધા હતા. જેથી જયદેવને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચપ્પુના ઘા મારી દિપક અને પપ્પુ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.બીજી તરફ જયદેવનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા ચોક બજાર પોલીસે હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર