Ahmedabad News/ વિદેશ જવાની લાલચમાં યુવતી બની સાયબર ક્રાઇમનો શિકાર, ગઠિયાએ રૂ. 131000 પડાવી લીધા

સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : વિદેશ જવાની લાલચમાં એક યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની હતી. જેમાં પહેલા યુવતીને પાર્સલમાં કિંમતી વસ્તુઓ મોકલાવી હોવાની લાલચ આપી અને ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ અને જેલમાં પુરી દેવાની ધમકી આપીને યુવતી પાસેથી રૂપિયા 1 લાખ 31 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી યુવતીને વિદેશ જવાની ઘેલછા ભારે પડી હતી. યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર વિદેશ જવા માટેની એક જાહેરાતમાં આપેલ મોબાઇલ નંબર પર વાતચીત કરતા ગઠિયાએ યુવતીના કેટલાક ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. જોકે એકાદ અઠવાડિયા બાદ યુવતીએ તેના પિતા એબ્રોડ જવાની ના પાડી રહ્યા હોવાનું કહીને ડોક્યુમેન્ટ મોકલી આપ્યા ન હતા.

ત્યારબાદ તેને એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં તેઓની કંપનીને ધંધામાં પ્રોફિટ થયો છે અને રાજીખુશીથી પાર્સલ મોકલાવ્યું હોવાનું કહ્યું હતું.કેટલાક દિવસ બાદ યુવતી પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે તમારું પાર્સલ દિલ્હી એરપોર્ટ પર આવ્યું છે. જેમાં આઇફોન, 6 હજાર પાઉન્ડ, ડાયમંડ રીંગ, એપલ એરબડ્સ જેવી કિંમતી વસ્તુઓ છે. આ પાર્સલમાં રહેલ પાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા માટે 22 હજાર રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. જોકે યુવતીએ પાર્સલ જોઈતું ના હોવાનું કહ્યું હતું. પરંતુ થોડીવારમાં ગઠિયાએ તેને વોટ્સએપ મેસેજ કરીને ધમકી આપી હતી કે ટેક્સ ભરવો જ પડશે, આમાં કોઈ ભાવતાલ નહીં થાય, તમે ટેક્સ નહીં ભરો તો દિલ્હી એરપોર્ટ પોલીસ પકડીને લઈ જશે. જેથી યુવતી ગભરાઈ જતા તેણે રૂપિયા 22 હજાર ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા.

બાદમાં યુવતીને વોટ્સએપમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો ફોટો મોકલીને ટેક્સ પેટે 32 હજાર પડાવી તમે પેમેન્ટ મોડું ટ્રાન્સફર કર્યું છે તેમ કહીને બીજા 7 હજાર ભરાવ્યા હતા. એટલું જ નહીં થોડા સમય પછી હું દિલ્હી એરપોર્ટ આવી ગયો છું, તમારું પાર્સલ કલેક્ટ કરી અમદાવાદ આપી જઈશ તેમ કહીને એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે યુવતી પાસે રૂપિયા 47 હજારની માંગણી કરી હતી. અને જો નહીં આપે તો જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ તેના મિત્રના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 47 હજાર મોકલી આપ્યા હતા.આમ અલગ અલગ બહાના હેઠળ યુવતીને ડરાવી જેલમાં પુરી દેવાની ધમકી આપીને કુલ ટુકડે ટુકડે રૂપિયા 1 લાખ 31 હજાર પડાવી લીધા હતા. અંતે યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની હોવાની જાણ થતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. અને શાહીબાગ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ

આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા

આ પણ વાંચો:સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત