Not Set/ સ્ટેશન પર મહિલાનો પગ લપસ્યો,પછી એવું બન્યું કે સાંભળીને તમે ચોંકી જશો

અમદાવાદ, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર મહિલાનો પગ લપસતા એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જો કે, પોલીસ અને લોકોની સમજણના કારણે મહિલાનો જીવ બચાલી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે સવારે મહિલા ચાલુ ટ્રેનમાં બેસવા જતા તેનો પગ લપસ્યો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી ગઈ. મહત્વનું છે કે ત્યાં હાજર રહેલા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર મહિલાનો પગ લપસતા એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જો કે, પોલીસ અને લોકોની સમજણના કારણે મહિલાનો જીવ બચાલી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે સવારે મહિલા ચાલુ ટ્રેનમાં બેસવા જતા તેનો પગ લપસ્યો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી ગઈ.

મહત્વનું છે કે ત્યાં હાજર રહેલા લોકોએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના મહિલાને ખેંચી લેતા મહિલાનો જીવ બચી ગયો હતો.

આપને જણાવીએ કે  કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 10 પર આ ઘટના સર્જાઈ હતી. આ આખી ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હાલ તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે. આ બનાવ 11મી જુલાઈના રોજ સવારે 10:11 વાગ્યે બન્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.