Not Set/ સુરત વીજ કરંટ લાગતા કારીગરનું મોત, પોલીસ પર થયો પથ્થરમારો

સુરત, સુરતમાં ફરી એકવાર વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે.સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કરંટ લાગતા કારીગરનું મોત થયું છે.કારીગરનું મોત થતા ભારે હોબાળો થયો હતી. મળતી વિગતો પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં આવેલી લુમ્સનું કારખાનું ચલાવતી હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.લુમસના […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં ફરી એકવાર વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે.સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કરંટ લાગતા કારીગરનું મોત થયું છે.કારીગરનું મોત થતા ભારે હોબાળો થયો હતી.

મળતી વિગતો પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં આવેલી લુમ્સનું કારખાનું ચલાવતી હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.લુમસના 138 નંબરના ખાતામાં એક કારીગરને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

કારીગરનું મોત થતા બીજા કર્મચારીઓએ ભારે હોબાળો કરતા પોલીસ બોલાવવી પડી હતી.જો કે કામદારોમાં એટલો રોષ હતો કે તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.

મૃતક કારીગર મૂળ ઉડીશાનો હોવાનું સામે આવ્યુ છે.

https://www.facebook.com/mantavyanews/videos/887824941582263/

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.