Not Set/ રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડા, મોટા પ્રમાણમાં કાર્બાઈડ કેરીનો જથ્થો ઝડપાયો

રાજકોટ, નિર્દોષ પ્રજાના સ્વાસ્થય સાથે ચેડા કરવા અને વધુ પૈસા કમાવવામાં વેપારીઓ માહિર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કેરીને વેપારી સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ લાલઆંખ કરી છે અને કેમિકલથી કેરી પકવતા વેપારીઓને પર્દાફાશ કર્યો છે. કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે તેવામાં કેરીના વેપારીએ મોટેભાગે કેરીને પકવવા માટે કાર્બાઇડનો ઉપ્યોગ કતાં […]

Gujarat

રાજકોટ,

નિર્દોષ પ્રજાના સ્વાસ્થય સાથે ચેડા કરવા અને વધુ પૈસા કમાવવામાં વેપારીઓ માહિર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કેરીને વેપારી સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ લાલઆંખ કરી છે અને કેમિકલથી કેરી પકવતા વેપારીઓને પર્દાફાશ કર્યો છે.

કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે તેવામાં કેરીના વેપારીએ મોટેભાગે કેરીને પકવવા માટે કાર્બાઇડનો ઉપ્યોગ કતાં હોય છે અને કેરીનું ધૂમ વેચાણ કરતાં હોય છે. આ વાત ધ્યાને આવતાં આરોગ્ય વિભાગની ટીમે કેરીને વેપારીને ત્યાં યુદ્ઘના ધોરણે ચેકિંગ હાથ ધર્યું હતું.

ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગના ટીમે મોટા પ્રમાણમાં કાર્બાઇડનો જથ્થો તેમજ 580 કિલો અખાધ્ય કેરીને જપ્ત કરીને આગળની કાર્યવાહી  હાથ ધરી છે.