Rajkot News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ રાજકોટ શહેરની રાજનીતિમાં નવી હલચલ જોવા મળી રહી છે. હવે સૌની નજર મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ પર છે, ખાસ કરીને મેયર (Rajkot Mayor) અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટેની રેસ તેજ બની ગઈ છે.
મેયર પદ (Rajkot Mayor) માટે અનેક નામ ચર્ચામાં
રાજકોટમાં મેયર પદ (Rajkot Mayor) માટે પાર્ટીના અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. હાલના રાજકીય સમીકરણો અને આંતરિક ચર્ચાઓ મુજબ ડૉ. નેહલ શુક્લ,મનીષ ભટ્ટ,કેતન પટેલ,પરેશ ઠાકર,અશ્વિન ભોરણીયા આ નામો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે અને પાર્ટી અંતિમ નિર્ણય લે ત્યાં સુધી ચર્ચાઓ ચાલુ રહેવાની સંભાવના છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પણ જંગ
મહાનગરપાલિકાની નીતિ અને નાણાકીય નિર્ણયો માટે મહત્વપૂર્ણ માનાતી સ્ટેન્ડિંગ કમિટી માટે પણ અનેક દાવેદારો આગળ આવ્યા છે. ઘનશ્યામ હેરભા,પ્રદીપ ડવ,કેતન પટેલ,પરેશ ઠાકર આ પદ માટેની રેસ પણ એટલી જ રસપ્રદ બની છે, કારણ કે આ હોદ્દો નગરપાલિકાના મુખ્ય નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સંગઠનના નિર્ણય પર નિર્ભર અંતિમ પસંદગી
હાલમાં શહેરમાં અંદરખાને જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે. વિવિધ રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પાર્ટી અંતિમ નિર્ણય લેશે. પ્રદેશ સ્તરની બેઠક બાદ જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના તમામ હોદ્દાઓ માટેના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
હવે સૌની નજર અંતિમ જાહેરાત પર
રાજકોટમાં ભાજપના વિજય બાદ હવે સત્તાના ટોચના હોદ્દાઓ માટે કોણ પસંદ થાય છે તે જાણવા રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી રહી છે. આવનારા દિવસોમાં આ મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત થવાની સંભાવના છે.
આ પણ વાંચો:Rajkot Mayor ફરી એકવાર વિવાદમાં : સ્ટેજ પર સ્થાન મળતા કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા
આ પણ વાંચો:રાજકોટમાં નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયરનું નિવેદન
આ પણ વાંચો:રાજકોટના પ્રથમ નાગરિક કોણ બનશે, કાઉન્ટ ડાઉન શરૂ, રાજકોટના નવા મેયરને લઈને લોબિંગનો ધમધમાટ
