Business News/ ભરગરમીમાં ઑફિસ જવા-આવવાની મુશ્કેલી પર ઘમાસાણ જામ્યુ! 8 કલાકની નોકરી કે પછી 10 કલાકની મજબૂરી?

સુહિતા (Suhita Dev)નું માનવું છે કે, સમય આવી ગયો છે કે કંપનીઓ ટ્રાન્સપોર્ટ સપોર્ટ, ફ્લેક્સિબલ ટાઇમિંગ અથવા હાઈબ્રિડ વર્ક જેવા વિકલ્પો પર ગંભીરતાપૂર્વક વિચાર….

Trending Business
Suhita Dev, પારંપરિક ઓફિસ કલ્ચર, કર્મચારીઓ, કમાણી, ટ્રાન્સપોર્ટ

Business News: ભારતમાં નોકરી (Job) કરનારા લોકો કેવળ કામના લીધે જ નહિં પણ રોજના લાંબા થકવી દેનારા કઠિન સફરના કારણે તકલીફ ભોગવી રહ્યાં છે. આ સમસ્યા પર પ્રકાશ પાડવાના હેતુથી લિંક્ડઇન યૂઝર સુહિતા દેવ (Linkedin user Suhita Dev) દ્વારા આ પારંપરિક ઑફિસ કલ્ચર પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે! વિશેષ કરીને, ઉનાળામાં જ્યારે તાપમાન એની ચરમ સીમાએ હોય ત્યારે તો ઑફિસ (Office) આવવું-જવું એ કોઈ પડકારથી કમ નથી જણાતું!

સુહિતા દેવ (Suhita Dev) દ્વારા આ પારંપરિક ઑફિસ કલ્ચર પર પ્રશ્ન

રસ્તાની ભીડભાડ, ટ્રાફિક, પરસેવો અને સમયની બરબાદી આ તમામ મળીને દિવસની શરુઆતમાં જ વ્યક્તિને થકવી દે છે! આ સંજોગોમાં અનેક લોકો ઑફિસ પહોંચતા પહેલા જ પોતાની અડધી એનર્જી (Energy) ગુમાવી ચૂકે છે! આ સમસ્યા પર પ્રકાશ પાડવાના હેતુથી લિંક્ડઇન યૂઝર સુહિતા દેવ (Linkedin user Suhita Dev) દ્વારા આ પારંપરિક ઑફિસ કલ્ચર પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે!

સુહિતા દેવનું માનવું છે કે બદલાઇ રહેલા સમય સાથે કામ કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર થવા જરુરી છે. એના દ્વારા એક ચર્ચા શરુ કરવામાં આવી છે કે શું આજના સમયમાં રોજ ઑફિસે જવું શુ ખરેખર જરુરી છે ખરું? કે પછી કંપનીઓએ કર્મચારીઓ (Employees)ની સુવિધા અને વાસ્તવિક પરિસ્થિતિઓને લક્ષ્યમાં લઇને નવીન વિકલ્પો પર વિચાર કરવો જોઇએ?

8 કલાકની નોકરી કે 10 કલાકની મજબૂરી?

સુહિતાનું કહેવું છે કે, ઑફિસ ફક્ત 8-9 કલાકની શિફ્ટ સુધી જ સીમિત નથી. એમાં રોજના 1 થી 2 કલાકનો આવવા-જવાનો સમય પણ જોડાય છે, જે કર્મચારીઓની ઊર્જા અને સમય બંનેને ખાઇ જાય છે. અર્થાત્ વાસ્તવમાં તો નોકરીનો સમય ઓર પણ લાંબો થઇ જાય છે!

Suhita Dev, પારંપરિક ઓફિસ કલ્ચર, કર્મચારીઓ, કમાણી, ટ્રાન્સપોર્ટ

ગરમીમાં ઑફિસ પહોંચવું કોઇ જંગથી કમ નથી

એણે પોતાનો અનુભવ શૅર કરતા જણાવ્યું કે કેટલાય લોકો તીખા તાપમાં 30 થી 40 મિનિટ સુધી બસ અથવા ઑટો રિક્ષાની રાહ જોતા ઊભા રહે છે. 45 ડિગ્રી તાપમાનમાં સફર કરવી, ભાડા બાબતે ભાવતાલ કરવા અને પછી ટ્રાફિકમાં  પરસેવે રેબઝેબ થઇને ઑફિસ પહોંચવું….આ દરરોજની મથામણ હકીકત બની ચૂકી છે!

પગારનો એક ભાગ આવવા-જવામાં જ ખર્ચાય છે

સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે કેટલાય કર્મચારીઓની કમાણીનો લગભગ 15% જેટલો હિસ્સો તો ફક્ત ઑફિસ આવવા-જવામાં જ ખર્ચાઇ જાય છે! આનો અર્થ એ થયો કે, જ્યાં નોકરી કરીને કમાણી (Salary) થાય છે ત્યાં પહોંચવાનું પણ મોંઘુ પડી રહ્યું છે.

રિમોટ વર્ક: એક સારો વિકલ્પ

સુહિતાએ એ પણ યાદ અપાવ્યું કે કોવિડ (Covid) દરમિયાન, કંપનીઓ ઑફિસ વિના જ સફળતાપૂર્વક ચાલતી રહી હતી. સીમિત સંસાધનો અને ઘરેથી જ કામ કરવા છતાંયે, ટીમો દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો અને સમયસર કામ પૂરું કર્યું હતુ.

Suhita Dev, પારંપરિક ઓફિસ કલ્ચર, કર્મચારીઓ, કમાણી, ટ્રાન્સપોર્ટ

ઑફિસ જરુરી પણ વિચારધારા બદલવાની આવશ્યકતા

સુહિતાનું માનવું છે કે ઑફિસનું પોતાનું આગવું મહત્વ છે, ટીમવર્ક અને સામસામે બેસીને ચર્ચા કરવી જરુરી છે પરંતુ, હવે સમય આવી ગયો છે કે કંપનીઓ ટ્રાન્સપોર્ટ સપોર્ટ, ફ્લેક્સિબલ ટાઇમિંગ અથવા હાઈબ્રિડ વર્ક જેવા વિકલ્પો પર ગંભીરતાપૂર્વક વિચાર કરે!

અસલી મુદ્દો ટ્રસ્ટ તો નથી?

સોશિયલ મીડિયા પર છેડાયેલી આ ચર્ચા દરમિયાન એક યૂઝરે પ્રશ્ન કર્યો કે શું આ વિશ્વાસનો પણ મામલો છે ખરો? આ વિશે સુહિતાએ સ્પષ્ટ કહ્યું કે હા, આ એક ફેક્ટર હોઇ શકે છે. પણ જો પ્રોડક્ટિવિટીનો મુદ્દો હોય તો વર્ક ફ્રોમ હોમ (Work from Home)ના આંકડા આ બધું જ સાબિત કરી ચૂક્યા છે.

મેટ્રો સિટીઝમાં સૌથી વધુ હેરાનગતિ

કેટલાય યૂઝર્સે આ વાત પર પણ સંમતિ દર્શાવી કે મુંબઈ અને બેંગાલુરુ જેવા શહેરોમાં અસલી તણાવ કામથી વધારે તો ટ્રાફિક અને સફરના કારણે થાય છે. દરરોજનો આ સંઘર્ષ (difficulty) કર્મચારીઓના જીવનને મુશ્કેલ બનાવી રહ્યો છે!


આ પણ વાંચો: ગેરંટી વગર મળશે બિઝનેસ લોન! કેબિનેટ ટૂંક સમયમાં લેશે ₹2.5 લાખ કરોડનો નિર્ણય, જાણો લેટેસ્ટ અપડેટ

આ પણ વાંચો: એક, બે કે ત્રણ નહિં પરંતુ પૂરા 12 દિવસ મે મહિનામાં બેન્ક બંધ રહેશે…આ રહ્યું રજાઓનું કેલેન્ડર…

આ પણ વાંચો: ભારત માટે રાહત: હોર્મુઝ સંકટ હળવું થતાં ટળ્યો મોટો આર્થિક ફાયદો, ઝટકામાં મળ્યા 5 લાખ કરોડ