Business News: એપ્રિલ મહિનો પૂર્ણ થવાના આરે છે અને હવે મે 2026 શરુ થશે. જો તમે બેન્ક સંબંધિત કોઇ કાર્યને પ્લાન કરી રહ્યાં હો તો આ માહિતી તમારા માટે એત્યંત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા રજાઓનું કેલેન્ડર જાહેર (May Bank Holidays List 2026) કરવામાં આવ્યું છે એ અનુસાર, મે મહિનામાં કુલ 31 દિવસો પૈકી લગભગ 12 દિવસો સુધી બેન્કિંગ સર્વિસ બંધ રહેશે. આ રજાઓમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારની સાથોસોથ કેટલાયે રાષ્ટ્રીય અને ક્ષેત્રીય તહેવાર તથા જન્મજયંતિ સામેલ છે. આ સંજોગોમાં ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, એ પોતાના બેન્ક સંબંધિત આવશ્યક કાર્યો પહેલા જ પૂર્ણ કરી લે જેથી કોઇ પણ પ્રકારની અસુવિધાથી બચી શકાય!
મે મહિનાની શરુઆતમાં જ બેન્ક હોલિડે આવશે. 1 મેના રોજ ‘લેબર ડે’ ઉપરાંત, ‘મહારાષ્ટ્ર દિવસ’ અને ‘બુદ્ધ પૂર્ણિમા’ (Labor Day, Maharashtra Day, Buddha Purnima) જેવા અવસરોના કારણે દેશના કેટલાય ભાગોમાં બેન્ક બંધ રહેશે. જો કે, આ રજાઓ આખા દેશમાં એકસરખી નહિં હોય. કેટલાક રાજ્યો જેમ કે, ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, નાગાલેન્ડ અને મેઘાલયમાં આ દિવસે બેન્ક ખુલ્લી રહી શકે છે. આ ઉપરાંત, કેટલાય સ્થળે સરકારી કાર્યાલયો, શાળાઓ અને પોસ્ટ ઑફિસ પણ બંધ રહેશે.
મે 2026 માં બેન્ક હોલીડેઝનું લિસ્ટ (May Bank Holidays List 2026)
1 મે 2026 (શુક્રવાર)- લેબર ડે/ ક્ષેત્રીય તહેવાર
3 મે 2026 (રવિવાર)- સાપ્તાહિક અવકાશ
7 મે 206 (ગુરુવાર)- બુદ્ધ પૂર્ણિમા
9 મે 2026 (શનિવાર)- બીજો શનિવાર
10 મે 2026 (રવિવાર)- સાપ્તાહિક અવકાશ
17 મે 2026 (રવિવાર)- સાપ્તાહિક અવકાશ
23 મે 2026 (સોમવાર)- ચોથો શનિવાર
24 મે 2026 (રવિવાર)- સાપ્તાહિક અવકાશ
25 મે 2026 (સોમવાર)- મહારાણા પ્રતાપ જયંતિ
31 મે 2026 (રવિવાર)- સાપ્તાહિક અવકાશ
ગ્રાહકો માટે આવશ્યક સલાહ
બેન્કની રજાઓ દરેક રાજ્યમાં અલગ-અલગ હોઇ શકે છે, આથી પોતાના શહેર કે રાજ્યની રજાઓની યાદી અગાઉથી તપાસી લેવી બહેતર રહેશે. જો તમે કેશ જમા કરવાનું, ચેક ક્લિયરિંગનું, ડ્રાફ્ટ બનાવવાનું કે કોઇ અન્ય બ્રાન્ચ સંબંધિત કાર્ય કરવા માગતા હો તો આ રજાઓ પહેલા એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો જેથી છેલ્લા સમયે હેરાનગતિ અને વિલંબથી બચી શકાય!
