Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં છવાયો કેસરિયો! જાણો કઈ ‘સીક્રેટ’ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય પાછળ Jagdish Vishwakarmaની રણનીતિ અને 1.05 લાખ ગ્રુપ મિટિંગો જવાબદાર છે. જાણો કેવી રીતે ભાજપે માઇક્રો મેનેજમેન્ટથી જીત મેળવી.

Top Stories Gujarat Others
Jagdish Vishwakarma Micro Management

Jagdish Vishwakarma Micro Management: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો અજેય ગઢ સાબિત કર્યો છે. આ જીત માત્ર ચૂંટણી પ્રચારનું પરિણામ નથી, પરંતુ તેની પાછળ ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને પાયાના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી એ ‘સીક્રેટ વ્યૂહરચના’ છે, જેણે વિરોધ પક્ષોના તમામ ગણિતો ખોરવી નાખ્યા છે.

Jagdish Vishwakarma ની ‘માઇક્રો મેનેજમેન્ટ’ ફોર્મ્યુલા

આ ઐતિહાસિક જીત પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ચાણક્ય નીતિ કામ કરી ગઈ છે, કારણ કે ચૂંટણીના મહિનાઓ પહેલા જ તેમણે દરેક જિલ્લાનો પ્રવાસ કરીને કાર્યકર્તાઓની નસ પારખી હતી. આ રણનીતિના ભાગરૂપે તેમણે માત્ર રાજકીય જ નહીં, પણ ધાર્મિક અને સામાજિક સંગઠનોને પણ ભાજપના પક્ષમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાથોસાથ ભાજપે દરેક એરિયા મુજબ ‘રિપોર્ટ કાર્ડ’ તૈયાર કર્યા હતા, જેનાથી જે-તે વિસ્તારની સમસ્યાઓ અને થયેલા વિકાસ કાર્યોની સીધી વિગત જનતા સામે મુકાઈ હતી. વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ જિલ્લાઓમાં જઈને મોટી રેલીઓ કરવાને બદલે કાર્યકર્તાઓ સાથે પર્સનલ મીટિંગ્સ અને સીધા સંવાદ પર વધુ ભાર મૂક્યો હતો, જે જીત માટે નિર્ણાયક સાબિત થયો છે.

 ગ્રાઉન્ડ લેવલ પર રેકોર્ડબ્રેક કામગીરી

વોટિંગ પેટર્ન બદલવા માટે ભાજપે આ વખતે આંકડાકીય રીતે પણ અભૂતપૂર્વ મહેનત કરી છે, જેમાં બૂથ મેનેજમેન્ટ હેઠળ રાજ્યભરમાં અંદાજે 1.05 લાખ ગ્રુપ મિટિંગ યોજીને બૂથ સ્તરના મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ અને સમાજમાં રહેલી નારાજગી દૂર કરવા માટે 30 હજાર જેટલી સામાજિક બેઠકો યોજવામાં આવી હતી. ભાજપની સૌથી મોટી શક્તિ એવી ‘પેજ સમિતિ’ એ પણ દરેક બૂથ પર મતદારોને ઘરની બહાર કાઢવામાં અને કમળના નિશાન સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

વિરોધ પક્ષોના સૂપડા સાફ

ભાજપના આ મજબૂત સંગઠન સામે વિરોધ પક્ષોની વ્યૂહરચના નબળી સાબિત થઈ છે. વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવાની ભાજપની આયોજનબદ્ધ પદ્ધતિને કારણે જનતાએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. આ પરિણામો આગામી સમયમાં રાજ્યના રાજકારણની દિશા નક્કી કરશે.


આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં BJPનો જોરદાર દબદબો

આ પણ વાંચો: ભાજપનો 54 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ‘ખાડિયા’ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો ક્લીન સ્વીપ

આ પણ વાંચો: આ પણ વાંચો: ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા