Entertainment News : સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા અહેવાલો અનુસાર, કપલ 4 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ કપલના લગ્નની ફિલ્મ બનવા જઈ રહી છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની વેડિંગ ફિલ્મના ઓટીટી રાઈટ્સ પણ વેચાઈ ગયા છે.
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયને X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નના અધિકારો OTT પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. તેણે લખ્યું- ‘નેટફ્લિક્સે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નના રાઇટ્સ 50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.’તમને જણાવી દઈએ કે આ પહેલા નાગાર્જુને નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નને લઈને ઘણી અપડેટ્સ આપી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા નાગાર્જુને કહ્યું- ‘ચૈતન્ય મોટા લગ્ન ઈચ્છતો ન હતો. તે અને શોભિતા બંને નજીકના પરિવાર અને મિત્રોના મેળાવડાને મહત્વ આપે છે.
તેણે મને કહ્યું કે મેનેજમેન્ટ તેના પર છોડી દો. તેઓ તેને તેમની રીતે કરવા માંગતા હતા અને પ્રામાણિકપણે, તે એક મોટી રાહત હતી. મેં કહ્યું પ્લીઝ કરો.નાગાર્જુને ખુલાસો કર્યો હતો કે ચૈતન્ય અને શોભિતાના લગ્ન તેમના પરિવારના સ્ટુડિયો ગાર્ડનમાં થશે. લગ્નમાં ફક્ત 300 થી 400 લોકો જ હાજરી આપશે, જેમાં ફક્ત તેમના પરિવાર અને નજીકના મિત્રો જ હાજરી આપશે.
,નાગા ચૈતન્યના લગ્ન પહેલા તેના નાના ભાઈ અખિલ અક્કીનેનીની પણ સગાઈ થઈ ગઈ. અખિલે ઝૈનબ રાવડજીને પોતાના સાથી તરીકે પસંદ કર્યા છે. નાગાર્જુને તેની સગાઈનો ફોટો શેર કરીને તેના પુત્રને અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે.
આ પણ વાંચો:સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહ્યો હતો AR રહેમાન, પોલીસે આવીને અટકાવ્યો કોન્સર્ટ, જાણો કારણ
