Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા

આમ આદમી પાર્ટીમાંથી ભાજપ(BJP)માં આવેલા કેટલાક નેતાઓને મતદારો સ્વીકારી શક્યા નહીં

Gujarat
રાજ્યભરમાં ભાજપે(BJP) મજબૂત પ્રદર્શન કરી વિપક્ષને પાછળ ધકેલી દીધો છે

Gujarat Local Body Election 2026/ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યભરમાં ભાજપે(BJP) મજબૂત પ્રદર્શન કરી વિપક્ષને પાછળ ધકેલી દીધો છે, છતાં કેટલીક મહત્વની બેઠકો પર ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

રાજકારણમાં પ્રવેશ માટે સરકારી નોકરી છોડનાર પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા માટે આ ચૂંટણી નિરાશાજનક રહી. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની ઓઢ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા નિનામા જીત મેળવી શક્યા નહીં. ચૂંટણી પહેલાં VRS લઈને રાજકીય સફર શરૂ કરનાર નિનામા માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

મનોજ નિનામાને છેલ્લી ઘડીએ ઉમેદવાર બનાવાતા રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. તેમણે જોરદાર પ્રચાર કર્યો હતો, છતાં મતદારોનો પૂરતો ટેકો મળ્યો નહીં. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી, જેના કારણે ભાજપને અહીં આંચકો લાગ્યો છે.

આમ આદમી પાર્ટીમાંથી ભાજપ(BJP)માં આવેલા કેટલાક નેતાઓને મતદારો સ્વીકારી શક્યા નહીં

બીજી તરફ, પક્ષ બદલ્યા બાદ ચૂંટણી લડનાર નેતાઓ માટે પણ પરિસ્થિતિ અનુકૂળ રહી નહીં. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓને મતદારો સ્વીકારી શક્યા નહીં. ખેડૂત નેતા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી-2 બેઠક પરથી ચૂંટણી લડી, પરંતુ તેઓ પણ જીત મેળવી શક્યા નહીં.

તેમજ, ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે 2022માં આમ આદમી પાર્ટીમાંથી જીત મેળવી હતી અને બાદમાં ભાજપ(BJP)માં જોડાયા હતા, તેઓ પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજિત થયા. તેમણે ધારાસભ્ય પદ છોડી ભાજપનો હાથ ધર્યો હતો, છતાં આ વખતની ચૂંટણીમાં તેઓને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો.

આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે રાજ્યમાં ભાજપનો પ્રભાવ યથાવત રહ્યો છે, પરંતુ વ્યક્તિગત સ્તરે ઉમેદવારોની સ્વીકાર્યતા અને સ્થાનિક મુદ્દાઓ પણ એટલાં જ મહત્વના બની રહ્યા છે. મતદારો હવે માત્ર પક્ષ નહીં, પરંતુ ઉમેદવારની વિશ્વસનીયતા અને કામકાજને પણ મહત્વ આપી રહ્યા છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યભરમાં ભાજપે મજબૂત પ્રદર્શન કરી વિપક્ષને પાછળ ધકેલી દીધો છે, છતાં કેટલીક મહત્વની બેઠકો પર ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

રાજકારણમાં પ્રવેશ માટે સરકારી નોકરી છોડનાર પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા માટે આ ચૂંટણી નિરાશાજનક રહી. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની ઓઢ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા નિનામા જીત મેળવી શક્યા નહીં. ચૂંટણી પહેલાં VRS લઈને રાજકીય સફર શરૂ કરનાર નિનામા માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

મનોજ નિનામાને છેલ્લી ઘડીએ ઉમેદવાર બનાવાતા રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. તેમણે જોરદાર પ્રચાર કર્યો હતો, છતાં મતદારોનો પૂરતો ટેકો મળ્યો નહીં. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી, જેના કારણે ભાજપને અહીં આંચકો લાગ્યો છે.

બીજી તરફ, પક્ષ બદલ્યા બાદ ચૂંટણી લડનાર નેતાઓ માટે પણ પરિસ્થિતિ અનુકૂળ રહી નહીં. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓને મતદારો સ્વીકારી શક્યા નહીં. ખેડૂત નેતા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી-2 બેઠક પરથી ચૂંટણી લડી, પરંતુ તેઓ પણ જીત મેળવી શક્યા નહીં.

તેમજ, ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે 2022માં આમ આદમી પાર્ટીમાંથી જીત મેળવી હતી અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, તેઓ પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજિત થયા. તેમણે ધારાસભ્ય પદ છોડી ભાજપનો હાથ ધર્યો હતો, છતાં આ વખતની ચૂંટણીમાં તેઓને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો.

આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે રાજ્યમાં ભાજપનો પ્રભાવ યથાવત રહ્યો છે, પરંતુ વ્યક્તિગત સ્તરે ઉમેદવારોની સ્વીકાર્યતા અને સ્થાનિક મુદ્દાઓ પણ એટલાં જ મહત્વના બની રહ્યા છે. મતદારો હવે માત્ર પક્ષ નહીં, પરંતુ ઉમેદવારની વિશ્વસનીયતા અને કામકાજને પણ મહત્વ આપી રહ્યા છે.

આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા

આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો

આ પણ વાંચો: આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી