Botad/ રાણપુરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ મામલે 2 આરોપીની પોલીસે કરી અટકાયત

બોટાદમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બોટાદના રાણપુરના એક ગામમાં સગીર યુવતી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું.

Gujarat Others

બોટાદમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બોટાદના રાણપુરના એક ગામમાં સગીર યુવતી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું. આ મામલે સગીરના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. યુવતી સગીર હોવાથી આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. ફરિયાદને પગલે પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરતા વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મજુબ રાણપુર ગામમાં એક સગીર યુવતી સાથે બે શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ બે શખ્સ અશોકભાઈ અને રાજેશભાઈએ સગીર યુવતીને બહેલાવી ફોસલાવીને લઈ ગયા અને કારમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું. સગીરાના પિતાએ રાણપુર પોલીમાં ફરિયાદ નોંધાવી. પોલીસે દુષ્કર્મમાં સામેલ બે લોકો વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. પોલીસે અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા અને રાજેશ ઉર્ફે રામજી સરવૈયા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે દુષ્કર્મના આરોપી અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા વિરૂદ્ધ અગાઉ પણ બે ગુના પણ નોંધાયેલા છે.

બોટાદમાં હજુ ગત જાન્યુઆરી મહિનામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એક બાજુ દિકરીઓનું સન્માન થઈ રહ્યું છે અને બીજી બાજુ બોટાદમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા લોકોમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Politics/પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

આ પણ વાંચો: AMC/અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

આ પણ વાંચો: RajyaSabha Elections/રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Mission Gaganyan/પીએમ મોદીએ મિશન ગગનયાનના મહારથીઓને અભિનંદન પાઠવ્યા