Gujarat Weather: હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગરમી (Heatwave) બાદ વરસાદ પડવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. ગુજરાતમાં ભાવનગરમાં ગઈકાલે માવઠા (Unseasonal Rain)થી ગરમીથી રાહત મળી હતી. જેમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડ્યો છે. જેમાં સરિતા,ચિત્રા, કુંભારવાડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.જેને પગલે વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે. સમગ્ર ગુજરાતમાં ભરઉનાળે ચોમાસાનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. આ વરસાદને કારણે ખેડૂતો (Farmers)માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. IMDની આગાહી પ્રમાણે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે, 2 થી 3 ડિગ્રી તપામાન વધતાં ગરમીથી લોકોએ સાવચેત રહેવું પડશે. 15 થી 17 એપ્રિલ સુધી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ભાવનગરનાં તળાજા શહેર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમાં વધારો સાથે ઠંડી પડી રહી છે. રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્રો કાઢવાની ફરજ પડી હતી તો ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. 18 એપ્રિલથી પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આજથી કચ્છ, બનાસકાંઠા, રાજસ્થાન અને અન્ય ભાગોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. ગુજરાતમાં ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહિસાગરના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં ફેરફાર જોવા મળશે.
એપ્રિલમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતી દેખાશે. જેમાં કેટલાક ભાગોમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક ભાગોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. 13 એપ્રિલથી દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં છુટાછવાયા વરસાદ પડી શકે છે.

હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો બરાલાચા, કુંજુમ અને રોહતાંગમાં બીજા દિવસે પણ બરફવર્ષા ચાલુ રહી, જ્યારે કાંગડા, ચંબા, શિમલા અને કિન્નૌર જિલ્લામાં વરસાદ પડ્યો. શિમલા અને ઉપરના વિસ્તારોમાં થિયોગ, કુફરી, જુબ્બલ કોટખાઈ, ચૌપાલ અને રોહરુમાં સતત બીજા દિવસે કરા પડ્યા. આના કારણે સફરજનના ફૂલો ખરી પડ્યા. વટાણા અને કોબીજને પણ થોડું નુકસાન થયું છે.
આ પણ વાંચો:હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે
