હિંસા/ આણંદના બાકરોલમાં જૂથ અથડામણ, બે વ્યક્તિ ઘાયલ, સામ સામે થઈ પોલીસ ફરિયાદ

બાકરોલના રોહિતવાસમાં મકાનના ખોદવા બાબતે ઝઘડો થતા પાવડાનો દસ્તો અને લોખંડની પાઈપ મારી બે જણને ઈજાઓ કર્યાની ફરિયાદ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર બાકરોલ ગામે રોહિતવાસમાં રહેતા ઈશ્વરભાઈ સોમાભાઈ રોહિત સવારે સાડા નવ વાગે પોતાની જમીન નં. ૩૬૩ ભાગ-૨ માં મકાન બનાવવા માટે ખાતમુર્હુત કરી પાયા ખોદવાનું કામ શરુ કરતા ઈશ્વરભાઈના […]

Gujarat

બાકરોલના રોહિતવાસમાં મકાનના ખોદવા બાબતે ઝઘડો થતા પાવડાનો દસ્તો અને લોખંડની પાઈપ મારી બે જણને ઈજાઓ કર્યાની ફરિયાદ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર બાકરોલ ગામે રોહિતવાસમાં રહેતા ઈશ્વરભાઈ સોમાભાઈ રોહિત સવારે સાડા નવ વાગે પોતાની જમીન નં. ૩૬૩ ભાગ-૨ માં મકાન બનાવવા માટે ખાતમુર્હુત કરી પાયા ખોદવાનું કામ શરુ કરતા ઈશ્વરભાઈના મોટાભાઈ જશુભાઈએ આવી તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર બની જતા આરોપીએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ઈશ્વરભાઈ સોમાભાઈ રોહિતે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે જશુભાઈ સોમાભાઈ રોહિત, રાહુલભાઈ જશુભાઈ રોહિત, કમળાબેન જશુભાઈ રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામે પક્ષે રાહુલભાઈ જશુભાઈ રોહિતે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓની વડીલોપાર્જીત મકાનની જમીન આવેલી છે. જે જમીનમાં ૨૦૧૯ માં વહેંચણી કરી ભાગ પાડેલા છે. ગઈકાલે તેઓના કાકા ઈશ્વરભાઈએ પોતાની ભાગની જમીનમાં મકાન બનાવવા માટે પાયા ખોડતા આ સમયે રાહુલભાઈના પિતા જશુભાઈ રોહિતે ઈશ્વરભાઈને કહ્યું હતું તમે અમને પુછ્યા સિવાય અમારી બાજુ પાયા કેમ ખોદો છો તેમ કહેતા ઈશ્વરભાઈએ ઉશ્કેરાઈ જઈ જશુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ઈશ્વરભાઈએ જશુભાઈને માથામાં ઈંટ મારી ઈજાઓ કરી હતી અને તેમનો પુત્ર હર્ષદ તલવાર અને પ્રદિપ દંડો લઈ આવ્યા હતા. અને ત્રણેય જણાએ જશુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ કમળાબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને ગડદાપાટુનો માર મારી જમણા હાથની કોણી પર બચકુ ભરી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બનાવ અંગે પોલીસે રાહુલભાઈ જસુભાઈ રોહિતની ફરિયાદના આધારે ઈશ્વરભાઈ સોમાભાઈ રોહિત, હર્ષદભાઈ ઈશ્વરભાઈ રોહિત, પ્રદિપભાઈ ઈશ્વરભાઈ રોહિત અને જીગીશા હર્ષદભાઈ રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.