Rajkot News/ રાજકોટમાં ટ્રેનની અડફેટે અજાણી વ્યક્તિનું મોત

રાજકોટમાં ટ્રેનની હડફેટે (Train Accident) આવનારા એક વ્યક્તિનું મોત થયું છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ અકસ્માત છે કે આત્મહત્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં ટ્રેનની અડફેટે (Train Accident) અજાણ્યા વ્યક્તિ (Unidentified Person)નું મોત (Death) થયું છે. શહેરમાં પીડી માલવિયા ફાટક નજીક આ ઘટના બની છે. ટ્રેન નીચે આવી જતાં અજાણી વ્યક્તિના બે કટકા થયા છે. રાત્રિના એક વાગ્યની આસપાસ આ ઘટના બની હતી. પોલીસે મૃતક કોણ છે તેની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ આત્મહત્યા હતી કે અકસ્માત તે મામલે તપાસ કરવામાં લાગેલી છે.

Train Accident- રાજકોટમાં એકનું મોત
Train Accident- રાજકોટમાં એકનું મોત

રાજકોટ ટ્રેન અકસ્માત (Train Accident) માં મૃતદેહની થશે ફોરેન્સિક તપાસ

રાજકોટ પોલીસે ટ્રેન અકસ્માતના  મૃતકના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. તેના પરથી તેના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે તેમ માનવામાં આવે છે. પોલીસનું માનવું છે કે ફોરેન્સિક સાયન્સના રિપોર્ટ પરથી મૃતકની આત્મહત્યા કે અકસ્માત તે નક્કી કરવામાં મદદ મળશે તેમ માનવામાં આવે છે. રાજકોટમાં આ પ્રકારને ટ્રેનના ફાટકની નીચે આવી જવાની ઘટના જવલ્લે જ બનતી હોય છે. તેમા પણ કોઈ વ્યક્તિ આ રીતે મૃત્યુ પામી હોય તેવું ઓછું બને છે.

રાજકોટ પોલીસ મૃતદેહની ઓળખની તલાશમાં

આ સિવાય ફોરેન્સિકના રિપોર્ટ પરથી મૃતકે નશો કર્યો કે નથી તે પણ જાણવા મળશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ મૃતકની ઓળખ સુનિશ્ચિત કરવામાં લાગેલી છે. તેની પાસેથી શું-શું મળ્યું છે તે પોલીસે જણાવ્યું નથી, પરંતુ પોલીસને કમસેકમ તેની પાસેથી મોબાઇલ ફોન મળ્યો હોવાનું માનવામાં આવે છે. તેના પરથી તેની ઓળખ સુનિશ્ચિત કરી શકાય તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચો: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો, 1નું મોત, ગોંડલ ચોકડી પાસે બની આ ઘટના

આ પણ વાંચો: વંથલીમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

આ પણ વાંચો: લગ્ન માટે પરિવાર ન માનતા પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મૂક્યું, હાથ પકડીને સાથે જ દુનિયા છોડી