Lovers Suicide in UP: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ભાગીરથ રેલ્વે સ્ટેશન પાસે એક પ્રેમી યુગલે ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આ ઘટનામાં 20 વર્ષીય યુવક અને તેની પ્રેમિકાના મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારનો વિરોધ બન્યો કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આત્મહત્યા (Suicide)કરનાર યુવકનું નામ ગોલૂ કનૌજિયા હતું અને તે નૌતનવા વિસ્તારનો રહેવાસી હતો. બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. જોકે, બંનેના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હતા. પરિવારે લગ્ન કરવાની મનાઈ ફરમાવતા બંનેએ આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.
હાથ પકડીને ટ્રેન સામે કૂદ્યા કરી Suicide
નૌતનવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પુરુષોત્તમ રાવે જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બંને યુવક-યુવતી રેલ્વે ટ્રેક પાસે ઉભા હતા. જેમ જ નૌતનવા-ગોરખપુર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવી, બંનેએ એકબીજાનો હાથ પકડ્યો અને ટ્રેન સામે કૂદી પડ્યા. ટ્રેનની અડફેટે આવતા બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેલ્વે ટ્રેક પરથી બંનેના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
