Rajkot News/ રાજકોટ ભાજપ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો સાથે કમલેશ મીરાણીની મુલાકાતથી રાજકારણ ગરમાયું

Rajkot ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાવનગરના પ્રભારી કમલેશ મીરાણીએ નિરીક્ષકો સાથે મુલાકાત કરતા અનેક તર્ક-વિતર્ક. શું વોર્ડ નંબર 9ના વિક્રમ પુજારા માટે થયું લોબિંગ? જાણો પૂરો અહેવાલ.

Top Stories Gujarat Rajkot
Rajkot BJP Sense Process

Rajkot BJP Sense Process: સ્થાનિક ચૂંટણીઓને લઈને રાજકોટ ભાજપમાં ટિકિટની દાવેદારી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં અચાનક રાજકીય ગરમાવો આવી ગયો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન એક સિનિયર નેતાની અચાનક એન્ટ્રી અને નિરીક્ષકો સાથેની મુલાકાતે સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો સર્જ્યા છે.

કમલેશ મીરાણીની મુલાકાતથી રાજકારણ ગરમાયું

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના ભાવનગરના પ્રભારી કમલેશ મીરાણીએ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સાથે ખાસ મુલાકાત કરી હતી. નિરીક્ષકો જ્યારે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા કરી રહ્યા હતા, તેવા સમયે ભાવનગરના પ્રભારીની આ મુલાકાતને લઈને પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Rajkot BJP Sense Process

શું વિક્રમ પુજારા માટે લોબિંગ થઈ રહ્યું છે?

આ મુલાકાત બાદ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું કમલેશ મીરાણી કોઈ ચોક્કસ ઉમેદવાર માટે લોબિંગ કરવા આવ્યા હતા? સૂત્રોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 9 માંથી વિક્રમ પુજારાએ ટિકિટ માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. ત્યારે નિરીક્ષકો સાથેની કમલેશ મીરાણીની આ બેઠક વિક્રમ પુજારાની દાવેદારીને સમર્થન આપવા માટે હતી કે કેમ, તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે.

Rajkot: સેન્સ પ્રક્રિયાની પારદર્શિતા સામે ઉઠ્યા સવાલો

ભાજપ હંમેશા શિસ્ત અને પારદર્શક પ્રક્રિયાનો દાવો કરે છે, પરંતુ દાવેદારી નોંધાવવાના સમયે જ અન્ય જિલ્લાના પ્રભારી અને પૂર્વ શહેર પ્રમુખની નિરીક્ષકો સાથેની સીધી મુલાકાતે આ સમગ્ર સેન્સ પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા કર્યા છે. સામાન્ય કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે કે જો મોટા નેતાઓ આ રીતે નિરીક્ષકો પર પ્રભાવ પાડશે, તો સામાન્ય દાવેદારોનું શું થશે?

હવે જોવું એ રહ્યું કે વોર્ડ નંબર 9 માંથી ટિકિટ કોના ફાળે જાય છે અને આ રાજકીય હલચલનું શું પરિણામ આવે છે.


આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા