Gujarat Local Body Elections/ રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગવા માંડ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ ઉમેદવારો પસંદ કરવાની કવાયત તેજ કરી દીધી છે. રાજકોટ ભાજપમાં ઉમેદવારો પસંદ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. તેના ભાગરૂપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. બે દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયા માટે નવ નિરીક્ષકોની નિમણૂક થઈ હતી. દર્શનાબેન વાઘેલા સહિતની નેતાઓ રાજકોટમાં હાજર રહેશે. જીતુ પટેલ અને જીમેશ સેવક સહિતના નિરીક્ષકો દાવેદારોને સંભાળશે. ડો. નરેશ દેસાઈ અને રાજેન્દ્રસિંહ પટેલ પણ નિરીક્ષણ ટીમમાં સામેલ હશે. જ્યારે નટુ કાછડિયા, સુરેશ પટેલ અને સીતા પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટના 18 વોર્ડ માટે દાવેદારોની યાદી તૈયાર કરવામાં આવશે. દરેક વોર્ડ માટે અલગ-અલગ સમય હશે. આના માટે બધા કાર્યકરોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સક્રિય સભ્યતા, જરૂરી દસ્તાવેજ સાથે ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. ટિકિટ માટે ઉંમર અને સંગઠનના પદને લઈને ચર્ચાઓ ગરમ છે. ભાજપે હજુ સુધી ઉમેદવારો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 2021 જેવી જ જીત ફરીથી મેળવવાની ભાજપની તેજ તૈયારી ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં આમ પણ ચૂંટણી ટાણે વાતાવરણ ગરમ રહેતું હોય છે. તેમા પણ રાજકોટ તો સૌરાષ્ટ્રનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી રાજકોટ શહેર પ્રમુખના માટે આ આખી પ્રક્રિયા કપરા ચઢાણ હોય છે. દરેક જૂથનું દબાણ હોય છે. દરેક જૂથ ટિકિટ માટે દાવો કરતું હોય છે. તેમા પણ ઘણા જૂથોને વિધાનસભ્યોનું આડકતરું કે કેટલાકને સીધુ સમર્થન હોય છે. આ સિવાય ઉમેદવાર પસંદ થાય તેની સાથે નારાજગીનો વ્યાપ પણ વધે છે. તેથી નારાજ જૂથને મનાવી લેવાની જવાબદારી પણ સંભાળવાની હોય છે, જેથી તે ચૂંટણી સમયે આડું ન ફાટે. ભૂતકાળમાં આ રીતે નારાજ થયેલા જૂથો ચૂંટણી વખતે આડા ફાટયા હોય તેવી ઘટના બની છે. તેથી તેના માટે શિસ્તને કોરડો વીંઝવો પડે છે.


આ પણ વાંચો : ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

આ પણ વાંચો : રાજ્યમાં શાસકથી લઇ વિપક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ

આ પણ વાંચો : રાજ્યમાં શાસકથી લઇ વિપક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ