Banaskantha News: બનાસકાંઠાના Banaskantha ધાનેરામાં Dhanera એલસીબીએ LCB રૂપિયા 3 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી લિકર પ્રોહિબિશન એક્ટ Liquor Prohibition Act હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ઝડપ્યો છે.
બનાસકાંઠામાં વધુ એક વખત દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ધાનેરાના જડીયા ગામ પાસેથી બાતમીના આધારે દરોડો Raid પાડ્યો હતો. દરમિયાન પેટ્રોલિંગ વખતે દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો છે. ધાનેરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે સ્વીફ્ટ કારમાંથી 224 દારૂની બોટલ ઝડપી પાડી છે. રૂપિયા 47440ની કિંમતનો દારૂ સાથે બાઈવાડા ગામનો કિરણ પ્રજાપતિ ઝડપાયો છે. પોલીસે રૂપિયા 3,57,440 ના કુલ મુદામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ ગઈકાલે જ ક્રેટા ગાડીમાંથી જ એલસીબીએ દારૂ ઝડપ્યો હતો.

બહુચરાજી તાલુકાના કનોડા ગામની સીમમાં કકાસણા રોડ પર ઓએનજીસીના વેલની સામે વળાંકમાં રોડની બાજુમાં પલટી ખાઇ ગયેલી ગાડીમાંથી રૂ. 8290ની કિંમતની વિદેશી દારૂની નાની મોટી 68 બોટલો મળી આવતાં મોઢેરા પોલીસે ગાડીચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ભિલોડા તાલુકાની શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી રૂપિયા 11 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનથી ટ્રક આવતાં તેમાંથી પાવડર ભરેલી પ્લાસ્ટીક બેગની પાછળ સંતાડેલો વિદેશી દારૂની ૩૭૦ પેટી રૂ.૧૧.૧૦ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક સંજય મેવારામ યાદવને ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા
આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં
