Banaskantha News: બનાસકાંઠાના Banaskantha ભાભર Bhabhar તાલુકામાં જૈન સાધ્વી સાથે છેડતી Molestation કરાતા સમગ્ર જૈન સમાજ Jain Community માં આક્રોશ વ્યાપી ગયો હતો. શરમજનક કૃત્યને લઈ બનાસકાંઠા પોલીસ Banaskantha Police એક્શનમાં આવી ગઈ છે. છેડતી કરનારાઓના સ્કેચ Sketch પરથી આરોપીઓની Criminals માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
બનાસકાંઠા પોલીસે ભાભરમાં સાધ્વીની છેડતી કરનારા નરાધમોના સ્કેચ વાયરલ કર્યા હતા. 48 કલાક જેટલો સમય થઈ જતા આરોપીઓની ભાળ ન મળતાં બનાસકાંઠા પોલીસે સ્કેચ પરથી આરોપીઓને ઓળખી માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઈનામ આપશે તેવી જાહેરાત કરી છે. એલસીબી LCB, ઓસઓજી SOG અને ભાભર પોલીસ Bhabhar Police પણ ત્વરિત એક્શનમાં આવી નરાધમોની શોધખોળ કરી રહી છે.
સાધ્વીની છેડતી થવાથી જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં પણ રોષ ભભૂક્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપવા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, આરોપીઓને કડક સજા આપવાની માગ ઉઠતા બનાસકાંઠા સાંસદ અને બનાસકાંઠા એસ.પી. દ્વારા આરોપીઓને પકડવા કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. ઉપરાંત, આરોપીઓની ઓળખ અને માહિતી આપનારની ગુપ્તતા જાળવવામાં આવશે.
કલકત્તા, ઉત્તરાખંડમાં મહિલાઓ સાથે દુષ્કર્મની Rape Cases ઘટનાઓ ઘટી રહી છે ત્યારે સાધ્વી સાથે છેડતી થતાં મહિલાઓ પોતે સુરક્ષિત નથી તેમ અનુભવી રહી છે. સમગ્ર દેશમાં મહિલા સુરક્ષાને લઈ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેડતીની ઘટના બનતાં જ સરકાર, પોલીસ મહિલાઓની સુરક્ષા માટે ખડે પગે ઊભી થઈ ગઈ છે.
આ પણ વાંચો:ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા
આ પણ વાંચો:સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી
આ પણ વાંચો:સુરતમાં મેટ્રોની બેદરકારીના લીધી યુવકનો લેવાયો ભોગ