Surat City/ સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી

સુરતમાં ઠેર ઠેર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત ટનલો બનાવવામાં આવી રહી છે. મશીનરી દ્વારા થતી કામગીરીમાં જમીનને પોચી કરવા માટે થઈ લિક્વિડ ફોમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફોર્મ નાખી દેવાતા મશીનરીનું કામ સહેલાઈથી થઈ જતું હોય છે. જોકે, આ…….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 24T185526.702 સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી

@Diveysh Parmar

Surat News: સુરત શહેરમાં અનેક જગ્યા પર મેટ્રો પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઈ સુરતમાં અનેક જગ્યા પર લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અગાઉ જે પ્રકારે લિક્વિડ ફોમ બહાર આવ્યું હતુ. તેવી જ રીતે આ વખતે સિનેમા રોડ પર ફોમયુક્ત લિક્વિડ બહાર આવ્યું હતું. જેને લઈને સ્થાનિકોને પગમાં પણ બળતરા થવાની શરૂ થઈ છે.

WhatsApp Image 2024 02 24 at 6.56.17 PM સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટની કામગીરીથી લોકોને પડી રહી છે હાલાકી

સુરતમાં ઠેર ઠેર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત ટનલો બનાવવામાં આવી રહી છે. મશીનરી દ્વારા થતી કામગીરીમાં જમીનને પોચી કરવા માટે થઈ લિક્વિડ ફોમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફોર્મ નાખી દેવાતા મશીનરીનું કામ સહેલાઈથી થઈ જતું હોય છે. જોકે, આ કામગીરી અનેક જગ્યાએ અપવાદરૂપ સાબિત થઈ રહી છે.

સુરતના સિનેમા રોડ પર ગ્રાઉન્ડ ચાલી રહેલા મેટ્રોની કામગીરીને લઈ લિક્વિડ ફોમ સોસાયટીમાં બહાર આવ્યું હતું. આ ફોર્મ બહાર આવતા જ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગ સુધી લિક્વિડ ફેલાયું હતું. આ લિક્વિડ ફેલાઈ જતા લોકોના પગમાં બળતરા ઉપડી હતી. આ ઘટના બનતા તાત્કાલિક જ મેટ્રોના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અગાઉ પણ આ રીતે સુરતના વરાછા વિસ્તારમાં લિક્વિડ ફોર્મ બહાર આવ્યો હતો.

જેને લીધે સોસાયટીમાં ત્રણ દિવસ સુધી સાફ-સફાઈ કરવાની નોબત આવી હતી. ત્યારે ફરી એક વખત સિનેમા રોડ પર આ પ્રકારે ફોર્મ બહાર આવતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એડનની ખાડીમાં માલવાહક જહાજ પર ડ્રોનથી હુમલો,ભારતીય નૌકાદળનું સફળ ઓપરેશન

આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ