Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધી, 5 આરોપીઓની ધરપકડ

પોલીસે કેમ્પસમાં ઘૂસેલા અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસ સામે આવેલા તમામ વીડિયો અને….

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 18T141842.823 ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધી, 5 આરોપીઓની ધરપકડ

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે અફઘાની વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા 300 વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. યુનિવર્સિટી પ્રશાસને આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ગુજરાત પોલીસે કેમ્પસમાં ઘૂસેલા અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસ સામે આવેલા તમામ વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો રેકોર્ડ કરીને આ મામલાની સઘન તપાસ આરંભી દીધી છે. આ કેસમાં આરોપીઓને પકડવા માટે અમદાવાદ પોલીસે 9 ટીમો બનાવી છે.

WhatsApp Image 2024 03 18 at 2.16.11 PM ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધી, 5 આરોપીઓની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર 16 માર્ચની રાત્રે એ-બ્લોક હોસ્ટેલમાં બનેલી ઘટના બાદ શ્રીલંકા અને તાજિકિસ્તાનના બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલએ જણાવ્યું છે કે, બંને વિદ્યાર્થીઓની તબિયત અત્યારે સારી છે અને એક વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. ડીસીપી (ઝોન 7) તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે 20-25 અજાણ્યા આરોપીઓ સામે IPCની કલમો હેઠળ રમખાણો, ગેરકાયદેસર રીતે ભેગા થવું, નુકસાન પહોંચાડવું, સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ફોજદારી પેશકદમી સહિતના વિવિધ આરોપો હેઠળ કેસ દાખલ કરી FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં બે આરોપી હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat university attack case 01

પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે, લગભગ 20-25 લોકો હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ્યા હતા અને ત્યાં નમાજ અદા કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને મસ્જિદમાં નમાઝ અદા કરવા કહ્યું હતું. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમના રૂમમાં પણ તોડફોડ કરી હતી.

તેમણે વધુ જણાવ્યું હતું કે આ કેસમાં સામેલ તમામ લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ ઘટનાના ઘણા કથિત વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો પથ્થરમારો કરી રહ્યા છે અને એક વીડિયોમાં એક વ્યક્તિ યુનિવર્સિટીના કર્મચારીને થપ્પડ મારતો જોવા મળે છે. તેમણે કહ્યું કે પોલીસ આ વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની એ-બ્લોક હોસ્ટેલમાં લગભગ 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે, જ્યાં આ ઘટના બનવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું