વર્લ્ડ/ એલોન મસ્કની ટ્વિટર ડીલ રદ કરવાની જાહેરાત : કંપની મસ્ક પર દાવો કરશે કે એલોન પલટશે બાજી

એલોન મસ્કની આ જાહેરાત બાદ શુક્રવારે ટ્વિટરના શેરમાં 6% સુધીનો ઘટાડો થયો હતો. જો કે, પાછળથી તે 5% થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે, ટેસ્લાનો સ્ટોક 1% વધ્યો.

Top Stories World
એલોન

એલોન મસ્ક એ  તેમના તરફથી ટ્વિટર ડીલ કેન્સલ કરી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે 25 એપ્રિલના રોજ ટ્વિટરને $54.20 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી, જોકે તે પછીથી $44 બિલિયનમાં સેટલ થઈ ગયું હતું. આ ડીલમાંથી ખસી ગયા બાદ ટ્વિટર હવે એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ડીજીટલ દુનિયાના આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક નવો વળાંક આવ્યો છે. જે ઘણા અઠવાડિયા સુધી ચાલે છે. એલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટરે કરારની ઘણી જોગવાઈઓ તોડી છે, તેથી તે આ ડીલમાંથી ખસી રહ્યો છે.

એલોન મસ્કનાં વકીલે ટ્વિટર પર લખ્યું, ‘મિ. મસ્ક આ ડીલને રદ કરી રહી છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારોનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી અને મર્જર દરમિયાન એલોન મસ્ક તેના પર આધાર રાખ્યો’ જ્યારે ટ્વિટરે કહ્યું કે, ડીલ થઈ જશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરશે. આ પછી, હવે ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે અને તેને કરાવવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.

ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે પણ એક ટ્વિટ કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘ટ્વિટરનું બોર્ડ એલોન મસ્ક સાથે કરવામાં આવેલી શરતો અને કિંમત પર આ ટ્રાન્ઝેક્શન બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ વિલીનીકરણ કરારને પૂર્ણ કરવા માટે કાનૂની કાર્યવાહી પણ કરીશું.

મે મહિનાથી એલોન મસ્ક સાથેની ડીલ હોલ્ડ પર હતી.

નોંધનીય છે કે એલોન મસ્કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર ડીલ પર રોક લગાવી દીધી હતી. મસ્કે કહ્યું કે ટ્વિટરે પહેલા સાબિત કરવું જોઈએ કે પ્લેટફોર્મ પરના બોટ્સ એકાઉન્ટ 5% કરતા ઓછા છે. શું

એલોન મસ્ક $1 બિલિયન દંડ ચૂકવશે?

જો એલોન મસ્ક અને ટ્વિટરની ડીલ એક પક્ષ દ્વારા રદ કરવામાં આવે તો 1 અબજનો દંડ ભરવો પડશે. એટલે કે, જો એલોન મસ્ક આ ડીલ કેન્સલ કરે છે, તો તેણે ટ્વિટરને દંડ તરીકે 1 બિલિયન ડોલર ચૂકવવા પડશે. જો કે, જો તે ટ્વિટર પર લાગેલા આરોપને સાબિત કરવામાં સફળ થાય છે, તો કદાચ મામલો ઊંધો પડી શકે છે. આવી સ્થિતિમાં તેઓ ટ્વિટર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે.

ટ્વિટરના શેર તૂટ્યા

એલોન મસ્કની આ જાહેરાત બાદ શુક્રવારે ટ્વિટરના શેરમાં 6% સુધીનો ઘટાડો થયો હતો. જો કે, પાછળથી તે 5% થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે, ટેસ્લાનો સ્ટોક 1% વધ્યો. એલોન મસ્કે એક પત્રમાં કહ્યું છે કે ટ્વિટરે આ ડીલના કરારો તોડ્યા છે. તમને જણાવી દઈએ કે મે મહિનામાં એલોન મસ્કે ટ્વિટર ડીલ પર રોક લગાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો : રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો કેટલો વરસાદ