Not Set/ વિધાનસભાની 8 બેઠકો માટે 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં – ચીત્ર થયું સ્પષ્ટ

8 બેઠકો માટેની પેટાચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ 8 બેઠકો માટે 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવાર કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવાર ડાંગ અને મોરબી બેઠક પર 12-12 ઉમેદવાર ગઢડા બેઠક પર પણ 12 ઉમેદવાર ધારી બેઠક પર 11ઉમેદવાર કરજણ બેઠક પર 9 ઉમેદવાર કચ્છની અબડાસા બેઠક પર 10 […]

Top Stories Gujarat
electioncommision વિધાનસભાની 8 બેઠકો માટે 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં - ચીત્ર થયું સ્પષ્ટ
  • 8 બેઠકો માટેની પેટાચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ
  • 8 બેઠકો માટે 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવાર
  • કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવાર
  • ડાંગ અને મોરબી બેઠક પર 12-12 ઉમેદવાર
  • ગઢડા બેઠક પર પણ 12 ઉમેદવાર
  • ધારી બેઠક પર 11ઉમેદવાર
  • કરજણ બેઠક પર 9 ઉમેદવાર
  • કચ્છની અબડાસા બેઠક પર 10
  • 3 નવેમ્બરે ગુજરાતની 8 બેઠક માટે મતદાન
  • પરિણામ 10 નવેમ્બરે થશે જાહેર

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં સોમવારે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૨૧ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે કુલ ૮૪ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે, જેમાં સૌથી ઓછા માત્ર ૪ ઉમેદવારો કપરાડા બેઠક ઉપર અને સૌથી વધુ ૧૪ ઉમેદવારો લીંબડી બેઠક ઉપર રહેતાં આ બંને બેઠકો ઉપર ચૂંટણીજંગ કશ્મકશભર્યો બની રહેવાની સંભાવના છે. લીંબડીમાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી.

લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ચેતન ખાચર ઉપરાંત અખિલ ભારતીય રાજાર્ય સભાના ઉમેદવાર અને બીજાં ૧૧ અપક્ષોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે.

અનુસૂચિત જાતિની અનામત બેઠક ગઢડામાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અનુક્રમે આત્મારામ પરમાર તથા મોહનભાઈ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય જનચેતના પાર્ટીના એક ઉમેદવાર અને બીજાં ૯ અપક્ષો નસીબ અજમાવી રહ્યાં છે.

અનુસૂચિત જનજાતિની અનામત બેઠક ડાંગમાં એકપણ ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા ભાજપ અને કોંગ્રેસના અનુક્રમે વિજય પટેલ તથા સૂર્યકાંત ગાંવિત અને બીજાં ૬ અપક્ષો મેદાનમાં છે.આદિજાતિની અન્ય એક અનામત બેઠક કપરાડામાં પણ એકપણ ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા અહીં ભાજપના જીતુ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઈ વરઠા વચ્ચે સીધો મુકાબલો થશે, જો કે બે અપક્ષો અહીં ઊભા રહ્યાં છે.  મોરબીમાં આઠ અપક્ષોએ દાવેદારી પરત ખેંચી છે, જેને પગલે અહીં ભાજપના બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના જયંતિલાલ પટેલ, એક સ્થાનિક પક્ષના ઉમેદવાર ઉપરાંત બીજાં ૯ અપક્ષો ચૂંટણીજંગમાં રહ્યાં છે.

અમરેલીની ધારી બેઠક ઉપર એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા અહીં ભાજપના જે.વી. કાકડિયા, કોંગ્રેસના સુરેશ કોટડિયા ઉપરાંત સ્થાનિક પક્ષો સહિત બીજાં ૯ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

કચ્છની અબડાસા સીટ ઉપર ૯ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંધાણી, ત્રણ સ્થાનિક પાર્ટીના અને બીજા ૫ અપક્ષો ચૂંટણીજંગમાં રહ્યાં છે.

જ્યારે મધ્યગુજરાતની કરજણ બેઠક ઉપર ૨ ઉમેદવારોએ દાવેદારી પડતી મૂકતાં હવે ભાજર અને કોંગ્રેસ સહિત કુલ ૯ ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે.