Not Set/ CM રૂપાણીએ મોરબીમાં દોહરાવ્યો PM મોદીનો 3 T મંત્ર, શહેરની સ્થિતિ કાબુમાં, લોકોને આપી સાવચેતીની સમજ

સમગ્ર દેશમાં કોરોના ભયજનક રીતે પ્રસરી રહ્યો છે તેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી 

Top Stories Gujarat
cm in morbi CM રૂપાણીએ મોરબીમાં દોહરાવ્યો PM મોદીનો 3 T મંત્ર, શહેરની સ્થિતિ કાબુમાં, લોકોને આપી સાવચેતીની સમજ

સમગ્ર દેશમાં કોરોના ભયજનક રીતે પ્રસરી રહ્યો છે તેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી  અને ડે. સીએમ નીતિન પટેલે   મોરબીની  મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાતે કરફ્યૂ  કેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે.રાતના કરફ્યૂ અંગે જણાવ્યું કે, 20 નગરોમાં જેમાં મોરબી પણ સામેલ છે તેમાં રાતે કરફ્યૂ ચાલુ કર્યું છે. જેથી ગરમીમાં લોકો બનિજરૂરી રાતે બહાર ન નીકળે અને સંક્રણ વધે નહીં. આ ઉપરાંત સીએમ રૂપાણીએ વડાપ્રધાન મોદીએ આપેલા ત્રણ ‘T’અંગે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધવાનું છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.

કાળાબજાર / મહારાષ્ટ્રમાં રેમેડિસિવિર ઇન્જેક્શનની અછત, 15,000માં કાળાબજારમાં વેચાણ,સરકારે હવે 1100 રૂપિયા કર્યા નિર્ધારિત

આમ તો સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ મોરબી જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા. જેમાં મોરબી આવી સીએમ વિજય રૂપાણીએ મોરબી જીલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને જીલ્લા પ્રભારી મનીષા ચંદ્રા સાથે મુલાકાત લઈ અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાચા આંકડા બતાવવામાં કેમ નથી આવી રહ્યા આવું પૂછતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ આંકડા સાચા જ બતાવવામાં આવી રહ્યા છે. આંકડા છુપાવવાનો કોઈ મતલબ જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દે હાલ બેઠક કરી અને મોરબી જિલ્લાની સ્થિતિ સુધરે તેમજ હાલ પણ મોરબી ની સ્થિતિ કન્ટ્રોલમાં છે તેવું જણાવ્યું હતું.

ઉમેદવાર કે ગુંડા / આપના ગાંધીનગર વોર્ડ નંબર ૩ના પ્રમુખ સાથે ભાજપના ઉમેદવારોની ગુંડાગીરી, કલેકટર કચેરીમાં જ માર્યો માર

અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાતચીત બાદ મોરબી જિલ્લામાં દૈનિક કોરોનાના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ હવે નિયમિત રીતે 2,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધારે તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મોરબી જીલ્લાની સમીક્ષા વહીવટી તંત્ર સાથે કરી છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર બેડ, દવાઓ, રેમડીસીવર ઇન્જેક્શન અને ટેસ્ટ ટ્યૂબની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 700 રેમડીસીવર ઇન્જેક્શન મોરબી જીલ્લામાં આપવામાં આવ્યા છે અને આવતીકાલે પણ 700 ઇન્જેક્શન પાછા આપવામાં આવશે.બીજી બાજુ રેમડીસીવરના ડોઝ તમામ લોકોએ લેવાના નથી કેમ કે, તેની આડ અસરો પણ ડોકટરોએ નોંધી છે.આગામી સમયમાં સ્થિતી થાળે પડી જશે તેંમજ માસ્ક અને કન્ટેનમેન્ટ ઝોનના નિયમો પાળવા પણ પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે મોરબી જીલ્લામાં આગામી સમયમાં કોરોના વધતો અટકાવી શકાય છે.

અંકુરમાં અગ્નિ કાંડ / કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…