જમ્મુ-કાશ્મીર/ J&Kના પમ્પોરમાં SI ફારુક અહેમદની હત્યા, આતંકવાદીઓએ અપહરણ બાદ કરી હત્યા

જમ્મુ-કાશ્મીર પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ ડાંગરના ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. SIની હત્યા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

Top Stories India
Untitled 23 J&Kના પમ્પોરમાં SI ફારુક અહેમદની હત્યા, આતંકવાદીઓએ અપહરણ બાદ કરી હત્યા

લેથપોરા વિસ્તારમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીરને આતંકવાદીઓએ છાતીમાં ગોળી મારી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ ડાંગરના ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. SIની હત્યા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. મૃતદેહ જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એસઆઈનું અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ગોળી મારીને લાશને ફેંકી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મૃતક SI(M) ની ઓળખ ફારુક અહેમદ મીર પુત્ર ગની મીર તરીકે થઈ હતી જે હાલ સંબુરા પમ્પોરના રહેવાસી છે.

પોલીસે જણાવ્યું કે એસઆઈનો મૃતદેહ સાંબુરામાં ડાંગરના ખેતરમાં પડેલો મળ્યો હતો. ફારૂક હાલમાં લેથપોરા ખાતે 23 Bn IRPમાં OSI તરીકે પોસ્ટેડ હતા. શરૂઆતમાં હાર્ટ પાસે ગોળીનો ઘા મળી આવ્યો હતો.

મંદિર/ અહીં આવેલું છે ચુડેલ દેવીનું મંદિર, અહીં ભેટ ચઢાવ્યા વિના આગળ જવું અશુભ માનવામાં આવે છે