Not Set/ વડોદરા : આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાની શિષ્યવૃતિ પરીક્ષામાં વાલીઓનો હોબાળો

વડોદરા આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા વડોદરાની શાળાઓમાં જઈ પ્રાયમરી વિભાગમાં ભણતા વિધાર્થીઓની શિષ્યવૃતિની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા હતા. ત્યારબાદ સંસ્થાએ આજે એમ.એસ યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં 5000 જેટલા બાળકોની શિષ્યવૃતિ પરીક્ષા રાખી હતી. જેમાં સવારથી જ વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા આપવા માટે યુનિવર્સીટી મુકી ગયા હતા. પરંતુ આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય […]

Top Stories Gujarat Vadodara
BRD Parents વડોદરા : આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાની શિષ્યવૃતિ પરીક્ષામાં વાલીઓનો હોબાળો

વડોદરા આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા વડોદરાની શાળાઓમાં જઈ પ્રાયમરી વિભાગમાં ભણતા વિધાર્થીઓની શિષ્યવૃતિની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા હતા. ત્યારબાદ સંસ્થાએ આજે એમ.એસ યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં 5000 જેટલા બાળકોની શિષ્યવૃતિ પરીક્ષા રાખી હતી.

જેમાં સવારથી જ વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા આપવા માટે યુનિવર્સીટી મુકી ગયા હતા. પરંતુ આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન ન કરાતા વિધાર્થીઓને લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.

BRD Parents 2 e1538906626493 વડોદરા : આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાની શિષ્યવૃતિ પરીક્ષામાં વાલીઓનો હોબાળો

જેના કારણે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સંસ્થાના સંચાલકોએ પરીક્ષા રદ કરી નાખી વિધાર્થીઓને છોડી મુકતા ભારે અંધાધુધી સર્જાઈ હતી. વાલીઓએ યુનિવર્સીટી પર પહોચી પોતાના બાળકોને શોધવા દોડાદોડી કરી મુકી હતી. અને ભારે હોબાળો મચાવ્યો હતો.

વાલીઓએ સંચાલકો પર બાળકોની સુરક્ષાના કોઈ જ પગલા ન ભર્યા હોવાનો આરોપ લગાવી આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાના સંચાલકો સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. વાલીઓએ ભારે હોબાળો મચાવતા સંસ્થાના સંચાલકોએ પોલીસ બોલાવી હતી. પોલીસનો મોટો કાફલો યુનિવર્સીટી દોડી આવ્યો હતો.