Murder/ રંગીલા રાજકોટમાં મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી ઉતારી દીધો મોતને ઘાટ

રંગીલા રાજકોટમાં દિનપ્રતિ દિન ચોરી, લૂંટ, દુષ્કર્મ, હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં બે મિત્રોએ મળીને મિત્રની હત્યા કરી હતી. આ મામલે પોલીસે બંને મિત્રોની ધરપકડ કરી છે. તપાસ હાથ ધરી છે.

Rajkot Gujarat
A 72 રંગીલા રાજકોટમાં મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી ઉતારી દીધો મોતને ઘાટ

રંગીલા રાજકોટમાં દિનપ્રતિ દિન ચોરી, લૂંટ, દુષ્કર્મ, હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં બે મિત્રોએ મળીને મિત્રની હત્યા કરી હતી. આ મામલે પોલીસે બંને મિત્રોની ધરપકડ કરી છે. તપાસ હાથ ધરી છે.

આ મામલે માંલીતી માહિતી અનુસાર,રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં સમી સાંજે હત્યાની ઘટના બની હતી. જેમાં બે મિત્રોએ મળીને મિત્રની હત્યા કરી હતી. જો કે બાદમાં પોલીસે બન્ને મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકમાં નવા બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક વીંછિયાના પીપરડી ગામનો કાળુ પાલાભાઇ પરમાર (ઉ.વ.50) હોવાનું ખુલ્યું હતું. હત્યા બાદ ભાગી રહેલા બંને આરોપી સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ બંનેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ભાજપનાં વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, કાળુ પરમાર પીપરડીનો વતની હતો અને તે રખડતું ભટકતું જીવન જીવતો હતો. હત્યાની ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળ નજીકના તેમજ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખ્સ ભાગતા દેખાયા હતા. પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.36) અને મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખ્સને ઉઠાવી લીધા હતા.

જણાવીએ કે આ હત્‍યાનો ભેદ ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્‍યો હતો. માધાપર ચોકડીના મયુરસિંહ ગોહિલ અને તેના મિત્ર દેવપરાના અમિત જેઠવાને ઉઠાવી લેવાયા હતા. આકરી પુછતાછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બંને શખ્સે કબૂલાત આપી હતી કે, લોકડાઉન દરમિયાન કાળુ સાથે પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી, સાંજે ત્રણેય મિત્રો બેઠા હતા ત્યારે કાળુએ માતા-પિતાને ગાળો ભાંડતા મામલો બિચક્યો હતો અને ત્રણેય વચ્ચે મારામારી થઇ હતી. મારામારી દરમિયાન કાળુ પડી જતાં અમિત અને મયૂરસિંહે પથ્થરના ઘા ઝીંકી દીધા હતા. તળાજાના ત્રાપજ ગામનો વતની સહદેવસિંહ રાજકોટમાં માધાપર ચોકડી નજીક રહે છે. કાળુની હત્યાની જાણ થતાં તેના પરિવારજનો પીપરડીથી રાજકોટ આવવા નીકળી ગયા હતા.

આ પણ વાંચો : લો બોલો!! હવે કોરોના પહોંચ્યો શાળા સુધી, સુરતમાં ધોરણ 7 નાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સહિત 3 વ્યક્તિ સાથે હતા. બાદમાં ત્રણેય વચ્ચે બોલાચાલી થતા બે શખ્સોએ સાથે મળી મૃતકના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આસપાસ વિસ્તારના CCTV ફૂટેજ તપાસી, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકની હત્યા દારૂ પીવા બાબતે કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે