ગુજરાત/ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર શૂન્ય, મિશન વિદ્યાના સર્વેમાં થયો મોટો ખુલાસો

મિશન વિદ્યા અને શિક્ષણવિભાગના સર્વેમાં મોટો તફાવત જોવા મળ્યો છે અને પ્રાથમિક શાળાના બાળકો કેટલાં નબળા છે તેની પ્રતિતિ થાય છે.

Top Stories Gujarat Others
પ્રાથમિક શિક્ષણ

ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની તેજસ્વીતાનો ગ્રાફ નીચો જતો હોવાનું તારણ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે કરેલાં તારણમાં બહાર આવ્યું છે. શિક્ષણવિભાગના તારણ મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વાંચન , લેખન અને ગણના ત્રણ પ્રકારમાં વિદ્યાર્થીઓનું જ્ઞાન નબળું હોવાની વાસ્તવિક્તા શિક્ષણ વિભાગે કરેલાં સર્વેમાં જાણવમા મળી છે.

આ પણ વાંચો : કોરોના કેસ વધતા ફરી પાછા ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા

ઇમારતની રચના પહેલાં ઇમારતનો પાયો મજબૂત હોવો જરૂરી છે. જો પાયો નબળો હોય તો ઇમારત મજબૂત બનાવવાની આશા વ્યર્થ છે. આ જ સ્થિતિ કાંઇક દ્રષ્ટિએ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જોવા મળી છે. ગુજરાત સરકારની જ શૈક્ષણિક એજન્સી મિશન વિદ્યા અભિયાન હેઠળ પ્રાથમિક વિદ્યાર્થીઓના વાંચન , લેખન અને ગણનાનો સર્વે કર્યો છે. મિશન વિદ્યા હેઠળ થયેલાં અભિયાનની તુલનામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સર્વેમાં સરકારી શાળાના પ્રાથમિક વિદ્યાર્થીઓનોદેખાવ વધુ નબળો રહ્યો હોવાન ચોંકાવનારી વિગત સાંપડી છે. જુઓ તુલનાત્મક માહિતી.

આ પણ વાંચો : ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

પ્રાથમિક તારણ મુજબ શિક્ષણની ટકાવારી

શિક્ષણનો પ્રકાર – કેટલા વિદ્યાર્થીઓ ? કેટલા વિદ્યાર્થીઓ

મિશન વિદ્યા(લાખ) શિક્ષણવિભાગ(લાખ)

+ વાંચન – 2.59 – 4.98

+ લેખન – 3.28 – 5.96

+ ગણના – 3.38 – 6.31

મિશન વિદ્યા અને શિક્ષણવિભાગના સર્વેમાં મોટો તફાવત જોવા મળ્યો છે અને પ્રાથમિક શાળાના બાળકો કેટલાં નબળા છે તેની પ્રતિતિ થાય છે. હવે આ સ્થિતિમાં સુધારો લાવવા અને પ્રાથમિક શિક્ષણને સુદ્રઢ કરવા વિદ્યાર્થીઓને વાંચન-લેખન અને ગણનામાં તેજસ્વી બનાવવા શિક્ષકોને તાલીમ આપવાની દિશામાં શિક્ષણવિભાગે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :  લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત, દાદા,દાદી સહિત 6 વર્ષની પૌત્રીનું મોત

આ પણ વાંચો :ગુજરાતમાં વધતો ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો :આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી