Covid-19/ DCGIએ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ COVID-19 રસીને કટોકટીના ઉપયોગ માટે આપી મંજૂરી

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની વિષય નિષ્ણાત સમિતિએ સરકારને સ્પુટનિક લાઇટ રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી આપી છે. ભારત સરકારની મંજૂરી મળતાની સાથે જ આ રસી અભિયાનમાં લાવવામાં આવશે.

Top Stories India
Untitled 17 DCGIએ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ COVID-19 રસીને કટોકટીના ઉપયોગ માટે આપી મંજૂરી
  • હવે રસીના બન્ને ડોઝ લેવાની જરૂર નહીં પડે
  • સ્પુતનિક લાઈટ વેક્સિનને મંજૂરી
  • DCGI એ ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી
  • મનસુખ માંડવિયાની સત્તાવાર જાહેરાત
  • આ રસીનો સિંગલ ડોઝ કોરોનાથી રક્ષણ આપશે
  • રશિયાની રસી છે સ્પુતનિક લાઈટ
  • કોરોના સામે 79.4 ટકા અસરકારક છે આ રસી
  • ભારત પહેલા 29 દેશોએ આ રસીને માન્યતા આપી

 

DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ COVID-19 રસી માટે કટોકટીના ઉપયોગની મંજૂરી આપી છે. આ દેશની 9મી #COVID19 રસી છે. આ રોગચાળા સામે દેશની સામૂહિક લડાઈને વધુ મજબૂત બનાવશે. આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી માહિત આપી હતી.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની વિષય નિષ્ણાત સમિતિએ સરકારને સ્પુટનિક લાઇટ રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી આપી છે. ભારત સરકારની મંજૂરી મળતાની સાથે જ આ રસી અભિયાનમાં લાવવામાં આવશે. આ રસી એક જ ડોઝમાં કોવશિલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ સમાન રક્ષણ આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરજન્સી યુઝ ઓથોરિટી પાસેથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ વેક્સીન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. Sputnik V, Coveshield અને Covaxin ડ્રાઇવે ભારતમાં ચલાવવામાં આવે છે. જયકોવ ડીને સરકાર દ્વારા તાજેતરમાં પરવાનગી પણ આપવામાં આવી છે, જેની ડ્રાઇવ ટૂંક સમયમાં શરૂ થશે.

કોરોના સામેની લડાઈમાં સ્પુટનિક લાઈટ કેટલી અસરકારક છે જેમાલી ઈન્સ્ટીટ્યુટ ઓફ એપિડેમિઓલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ દાવો કર્યો છે કે સ્પુટનિક લાઈટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે 70% સુધી અસરકારક સાબિત થઈ છે. સ્પુટનિક લાઇટ દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને 87.6% ઘટાડે છે.
દેશમાં 12 લાખ લોકોએ સ્પુટનિક-વીનો ડોઝ લીધો છે. ભારતમાં મે 2021 થી સ્પુટનિક-V રસી માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 168 કરોડ કોરોના રસી આપવામાં આવી છે. સ્પુટનિક લાઇટની મંજૂરી મળતાં રસીકરણની ઝડપ વધશે. ભારત પહેલા 29 દેશોએ આ રસીને માન્યતા આપી

 

સરકારે જણાવ્યું કે ભારતમાં આ રસી 99.3% અસરકારક છે.તાજેતરમાં લોકસભામાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે જે લોકોએ કોરોના રસીના સંપૂર્ણ ડોઝ લીધા છે તેમાં રસીની અસરકારકતા 79.4 ટકા જોવા મળી છે. તેમણે કહ્યું કે આ આંકડો ICMR દ્વારા સંશોધનના આધારે મેળવ્યો છે. સ્પુટનિક લાઇટથી રસીકરણ ઝડપથી થશે. તેની પાછળનું સૌથી મોટું કારણ સિંગલ ડોઝ વેક્સીન છે. ભારતમાં રસીની વાત કરીએ તો, અત્યાર સુધીમાં માત્ર 72 કરોડ લોકોએ જ કોરોનાના બંને ડોઝ લીધા છે.

World / કેનેડાના મંદિરોમાં અસામાજિક તત્વોનો આતંક, તોડફોડ અને લૂંટ મચાવી, પૂજારી-ભક્તો ગભરાટમાં

IND VS WI / અમદાવાદ વન ડેમાં ટીમ ઈન્ડિયાની જીત, વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી આપી હાર

Lata Mangeshkar Funeral / લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ ધાર્મિક વિધિ બાદ અગ્નિદાહ આપ્યો