Raid/ અમદાવાદમાં આંગડિયા પેઢી પર CIDના દરોડા, કરોડોની રકમ સહિત સોનું જપ્ત

અમદાવાદ શહેરમાં જ 12 કરોડથી વધુની રોકડ બિનહિસાબી હોવાનું જાણ થતાં આઈટી પણ તેમાં જોડાઈ છે. નાણાંની હેરાફેરી કરતા આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં કાળા……….

Top Stories Ahmedabad Gujarat
Image 2024 05 10T093703.593 અમદાવાદમાં આંગડિયા પેઢી પર CIDના દરોડા, કરોડોની રકમ સહિત સોનું જપ્ત

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સી. જી. રોડ પર સીઆઈડી ક્રાઈમે 25થી વધુ આંગડિયા પેઢીમાં દરોડા પાડીને કાર્યવાહી કરી હતી, જેમાં 12.50 કરોડ રૂપિયાથી વધુની રોકડ ઝડપાઈ છે. અધિકારીઓને દરોડામાં રોકડની સાથે 1 કિલો સોનું અને કાચી હિસાબની ચિઠ્ઠીઓ મળતાં આવકવેરા ખાતાને પણ તેની જાણ કરી છે.

રાજ્યમાં ચૂંટણી પૂરી થયાને ઝાઝા દિવસો થયા નથી ત્યાં જ સીઆઈડી ક્રાઈમના 40 જેટલા અધિકારીઓએ 25 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં વિવિધ પેઢીઓ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2024 05 10 at 9.20.12 AM 1 અમદાવાદમાં આંગડિયા પેઢી પર CIDના દરોડા, કરોડોની રકમ સહિત સોનું જપ્ત

અમદાવાદ શહેરમાં જ 12 કરોડથી વધુની રોકડ બિનહિસાબી હોવાનું જાણ થતાં આઈટી પણ તેમાં જોડાઈ છે. નાણાંની હેરાફેરી કરતા આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં કાળા નાણાંના વ્યવહારો કરતી હોવાનું જાણવા મળતા સીઆઈડી ક્રાઈમ એકશનમાં આવી છે. સૂત્રો મુજબ અમદાવાદના સી.જી. રોડ પર આવેલા ઈસ્કોન મોલમાં સીઆઈડી ક્રાઈમે સપાટો બોલાવ્યો હતો. દરોડા પડતાં આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે જગન્નાથ મંદિરમાં રથની પૂજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો