Not Set/ શિકારીઓ સકંજામાં : કાળિયાર હરણનો શિકાર કરી વેંચતા હતા આવી વિધીઓ માટે

ધોરાજી નજીક પાનેલી પંથકમાંથી હરણનો શિકાર કરી ચામડું વેંચવા જતી શિકારી ટોળકી સંકજામાં આવી ગઇ છે. જામનગર વન વિભાગને ચોક્કસ બામતીના આધારે આ નેટવર્ક ભેદવામાં સફળતા મળી છે. લુપ્ત થતી પ્રજાતિના કાળિયાર હરણનું ચામડું તેમજ શરીરના અન્ય અંગોનો ખાનગીમાં ધીકતો ધંધો ચાલી રહ્યો હોવાની વન વિભાગને માહિતી મળી હતી. જેના આધારે વન વિભાગે સર્ચ ઓપરેશન […]

Gujarat Rajkot Others
deer hunting શિકારીઓ સકંજામાં : કાળિયાર હરણનો શિકાર કરી વેંચતા હતા આવી વિધીઓ માટે

ધોરાજી નજીક પાનેલી પંથકમાંથી હરણનો શિકાર કરી ચામડું વેંચવા જતી શિકારી ટોળકી સંકજામાં આવી ગઇ છે. જામનગર વન વિભાગને ચોક્કસ બામતીના આધારે આ નેટવર્ક ભેદવામાં સફળતા મળી છે. લુપ્ત થતી પ્રજાતિના કાળિયાર હરણનું ચામડું તેમજ શરીરના અન્ય અંગોનો ખાનગીમાં ધીકતો ધંધો ચાલી રહ્યો હોવાની વન વિભાગને માહિતી મળી હતી. જેના આધારે વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ સમયે કાળિયારના કિંમતી ચામડાનો શિકાર કરી તંત્રીક વિધી માટે વેંચવા જનારા 8 લોકો વન વિભાગને હાથ લાગ્યા હતાં. પકડાયેલા ચાર શખસો જામનગર શહેરના હોવાનું અને બાકીના અન્ય શખ્સો પાનેલી પંથકના હોવાનું બહાર આવ્યું છે.

બોલિવૂડ સ્ટાર સલમાનખાન જે કેસમાં ફસાયો છે તેવા કાળિયાર હરણનો શિકાર કરવાનો ચોંકાવનારો કિસ્સો જામનગરના વન વિભાગે ઝડપી લીધો છે. ધોરાજી નજીક પાનેલી પંથકમાંથી હરણનો શિકાર કરી જામનગરમાં તાંત્રિક વિધિ માટે ચામડું વેંચવા આવેલી શિકારી ટોળકીના આઠ શખસોને દબોચી લઈ વન વિભાગે આઠેયની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ રેકેટ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય પણ હોવાની શંકા DFO એ દાખવી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

વન્ય જીવોથી ભરપૂર સૌરાષ્ટ્રમાં લુપ્ત થતી પ્રજાતિના પશુ – પક્ષીઓનો બેફામપણે શિકાર કરવામાં આવે છે. તેવામાં ઉપલેટા – ધોરાજી પંથકમાં આવેલાં પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા બેફામપણે શેડ્યુઅલ – 1 માં આવતાં કાળિયાર હરણનો શિકાર કરવામાં આવી રહ્યો છે અને આ લુપ્ત થતી પ્રજાતિના કાળિયાર હરણનું ચામડું તેમજ શરીરના અન્ય અંગોનો પણ ખાનગીમાં ધીકતો ધંધો ચાલી રહ્યો હોય જામનગર વન વિભાગને ચોક્કસ બામતીના આધારે આ નેટવર્ક ભેદવામાં સફળતા મળી છે.

બે દિવસ પૂર્વે જામનગર શહેરની હરિયા કૉલેજ પાસે સાંઢિયા પુલ નજીક પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી આ કાળિયારના ચામડાંનું જામનગરમાં વેંચાણ કરવા આવેલી ટોળકીને વન વિભાગની ઝાંબાઝ ટીમે રંગેહાથ ઝડપી લઈ આઠે – આઠ શખસો પાસેથી શિકાર અને શિકાર બાદ કાળિયારના અંગ – ઉપાંગોના ક્યાં – ક્યાં વેંચાણ કરવામાં આવ્યા છે ? તે સહિતની વિગતો ઓકાવવા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે અને કાળિયાર શિકારી ટોળકીના આઠેય શખસોને અદાલતમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવી પછપરછ પણ કરવામાં આવી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી આ કિંમતી ચામડાંને તેમજ અન્ય ચીજ વસ્તુઓને જામનગર તાંત્રિક વિધિ માટે વેંચવા આવેલાં આઠ શખસોને વન વિભાગે દબોચ્યા છે. જેમાં ચાર શખસો જામનગર શહેરના હોવાનું અને બાકીના અન્ય શખસો પાનેલી પંથકના હોવાનું બહાર આવ્યું છે. કુલ આઠ પૈકી ચાર શખસો મુસ્લિમ જ્ઞાતિના છે જ્યારે બે શખસો રબારી અને એક શખસ આહિર તેમજ અન્ય એક ગઢિયા કોળી જ્ઞાતિનો હોવાનું જાણવા મળ્યું છે. કાળિયાર હરણ વન્ય કાયદા હેઠળ શેડ્યુઅલ – ૧ કેટેગરીમાં રક્ષિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કાળિયાર હરણ શિકાર કેસમાં ફિલ્મ અભિનેતા સલમાનખાન સહિતની હસ્તિઓ દાયકાઓના સમયગાળા બાદ પણ હજુ કોર્ટ – કચેરીના ચક્કર ખાઈ રહી છે ત્યારે અત્યંત ગંભીર ગણાતા આ કેસમાં જામનગરના વન વિભાગે શિકારીઓને નહિત પહોંચાડવા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આ કાર્યવાહીમાં પોલીસ પણ પૂરતો સહયોગ આપી રહી હોય જામનગર અને પાનેલીની શિકારી ગેંગ ફરતે મજબૂત શિકંજો કસાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.