Not Set/ અરવલ્લી: કારમાં આગ લગતા ચાલક થયો ભડથું, વધુ તપાસ હાથ ધરાઈ

અરવલ્લી, 18 જુન, 2018. અરવલ્લીના શામળાજી પાસે સીએનજી ચાલું કારમાં આગ લાગી ગઈ હતી. ચાલુ કારમાં આગ લાગતા એક વ્યક્તિનું ભડથું થઇ ગયું હતું. ત્યારે આ કેસમાં ચોંકાવનારી વાત તો એ છે કે આગ લાગ્યા બાદ પણ તે કાર એક કિલોમીટર સુધી ચાલતી રહી હતી. ગાડીની ગતિ ધીમી થવાના કારણે અને કાર રોડ પાસે આવેલા […]

Top Stories Gujarat

અરવલ્લી,

18 જુન, 2018.

અરવલ્લીના શામળાજી પાસે સીએનજી ચાલું કારમાં આગ લાગી ગઈ હતી. ચાલુ કારમાં આગ લાગતા એક વ્યક્તિનું ભડથું થઇ ગયું હતું. ત્યારે આ કેસમાં ચોંકાવનારી વાત તો એ છે કે આગ લાગ્યા બાદ પણ તે કાર એક કિલોમીટર સુધી ચાલતી રહી હતી.

ગાડીની ગતિ ધીમી થવાના કારણે અને કાર રોડ પાસે આવેલા એક ખેતરમાં કાર ખાબકી હતી. ઘટનાસ્થળે ફટાફટ પહોંચી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

ત્યારે આ ઘટનાની જાણ થતા આગને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે જાણકારી મળતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, અને પોલીસે વધુ માહિતીનાં મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે શામળાજી પાસેથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી હતી. ત્યારે આ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.