Sania Mirza PMs letter: પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ શનિવારે સોશિયલ મીડિયા પર PM મોદીનો એક પત્ર શેર કર્યો છે. PM મોદીએ તેની નિવૃત્તિ બાદ પત્ર મોકલ્યો હતો. જેને શેર કરીને તેણે પોતાની જવાબદારીઓ જણાવી છે. આ પત્ર શેર કરીને તેણે PM મોદીનો આભાર માન્યો હતો. સાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા પત્રમાં PMએ તેને ચેમ્પિયન ગણાવી છે. આ સાથે PM મોદીએ કહ્યું કે ટેનિસ સ્ટારે ભારતીય રમતો પર અમીટ છાપ છોડી છે, જે આવનારી પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપે છે.
સાનિયા મિર્ઝાએ PM મોદી દ્વારા મોકલવામાં આવેલ પત્ર શેર કરતા મોટી વાત કહી છે. ટ્વિટર પર પત્ર શેર કરતા તેણે કહ્યું કે હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. હું હંમેશા મારી ક્ષમતા મુજબ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવું છું અને ભારતને ગૌરવ અપાવવા માટે હું જે પણ કરી શકું તે કરવાનું ચાલુ રાખીશ. તમારા સમર્થન બદલ આભાર.
PM મોદીએ પોતાના પત્રમાં કહ્યું કે ટેનિસ પ્રેમીઓને એ સમજવું મુશ્કેલ થશે કે તમે હવે પ્રોફેશનલી નહીં રમી શકો. પરંતુ, ભારતના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાંના એક તરીકેની તમારી કારકિર્દી દ્વારા, તમે ભારતીય રમતગમત પર એક અમીટ છાપ છોડી દીધી છે, જે આવનારી પેઢીઓની રમતવીરોને પ્રેરણા આપે છે. તેમણે વધુમાં કહ્યું કે ઘણી વખત તમને ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ નિષ્ફળતાઓએ જ તમારો સંકલ્પ મજબૂત કર્યો અને તમે આ પડકારોને પાર કરી લીધા. જણાવી દઈએ કે 36 વર્ષીય સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી નિવૃત્તિ લીધા બાદ RCBએ તેને વુમન્સ પ્રીમિયર લીગ 2023 માટે મેન્ટર તરીકે જોડી છે. તે હાલમાં WPLમાં RCB માટે માર્ગદર્શક તરીકે કામ કરી રહી છે. તેણીની છેલ્લી મેચમાં WTA દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં બહાર થઈ ગઈ હતી. તેણે 6 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, આ છમાંથી તેણે મહિલા પાર્ટનર સાથે ત્રણ અને મિશ્ર ડબલ્સમાં માત્ર ત્રણ જીત્યા છે.
આ પણ વાંચો: Surat/મોટા વરાછા ખાતે 450 બેડની હોસ્પિટલનું નિર્માણ, ઓછા ખર્ચે મળશે સુવિધા
આ પણ વાંચો: Bilawal Bhutto-Kashmir/હતાશ બિલાવલ ભુટ્ટોનો સ્વીકારઃ હવે કાશ્મીર મુદ્દે યુએનમાં ખાસ સમર્થન મળતું નથી
આ પણ વાંચો: ના હોય!/નાગપુરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ, તેમના ગામ મોકલવામાં આવ્યા ભિખારીઓન, જાણો શું છે કારણ?