Not Set/ કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલના ભાવમાં કર્યો ઘટાડો, રાજ્યમાં લીટર દીઠ ઘટશે ૫ રૂ.

ગાંધીનગર, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગુરૂવારે લોકોને થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજ્યની રુપાણી સરકાર દ્વારા પણ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. Finance Minister Sh @arunjaitley Ji has announced Rs.2.5 cuts in petrol & diesel prices, reciprocating positively to FM’s […]

Top Stories Ahmedabad Gujarat Trending

ગાંધીનગર,

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગુરૂવારે લોકોને થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજ્યની રુપાણી સરકાર દ્વારા પણ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે.

આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા ઘટાડા બાદ હવે કુલ ૫ રૂપિયાનો ઘટાડો થયો છે અને નવરાત્રીના ખાસ તહેવાર પહેલા જ લોકોને મોટી ગીફ્ટ મળવા જઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ભાવ ઘટાડ્યા બાદ રાજ્યોની સરકારોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો.

આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે”.

સરકાર દ્વારા રાજ્ય સરકારોને ભાવ ઘટાડવા માટે કરાયો હતો અનુરોધ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે સરકાર તરફથી ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલમાં તરત જ ૨.૫૦ રૂપિયાની રાહત આપીશું. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યોને પણ આટલા પ્રમાણમાં જ ક્રુડના ભાવ ઘટાડવા માટે અનુરોધ કરાયો છે, જેથી ગ્રાહકોને કુલ ૫ રૂપિયા સુધીની રાહત મળી શકે”.