Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Sabarkantha News/ વડાલીના હાથયવા કંપામાં સાયબર ઠગાઈ, પટેલ નરસિંહભાઈના ખાતામાંથી 84 હજાર થી વધુ સેરવી લેવાયા!

ગુરુવારે રાત્રે નરસિંહભાઈના મોબાઈલ પર અચાનક OTP આવવાના શરૂ થયા હતા. તેમણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું .

July 27, 2025July 27, 2025Panara Mansi
Top Stories Gujarat Breaking News

Sabarkantha News: વડાલી તાલુકાના હાથયવા કંપામાં સાયબર ઠગો (Cyber Fraud) એ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગત ગુરુવારે રાત્રિના 10થી 11 વાગ્યા દરમિયાન, ગામના પટેલ નરસિંહભાઈના બેંક ખાતામાંથી ₹9900ની આઠ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹84000 ઉપડી જતાં ખળભળાટ મચી ગયો છે. નરસિંહભાઈના મોબાઈલ પર એકાઉન્ટ (Account) માંથી પૈસા કપાયાના મેસેજ આવતા જ તેમને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુરુવારે રાત્રે નરસિંહભાઈના મોબાઈલ પર અચાનક OTP આવવાના શરૂ થયા હતા. તેમણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું  હોવા છતાં, ગણતરીની જ મિનિટોમાં તેમના બેંક ખાતામાંથી ₹9900ના આઠ ટુકડામાં કુલ ₹84000થી વધુ ઉપડી ગયા હતા. ખાતામાંથી પૈસા કપાયાના મેસેજ આવતા જ નરસિંહભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેમને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સમજાયું હતું.

આ ગંભીર સાયબર ગુના અંગે તાત્કાલિક પગલાં લેતા, નરસિંહભાઈએ સાયબર ક્રાઈમમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને વડાલી પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

આ ઘટના ફરી એકવાર બેંક ખાતાધારકો માટે લાલબત્તી સમાન છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા OTP, લિંક કે શંકાસ્પદ મેસેજ પર ધ્યાન ન આપવા અને પોતાની બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવા પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે. સાયબર ઠગો નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાથી, જનતાએ અત્યંત સાવચેત રહેવાની અને આવા ફ્રોડથી બચવા ડિજિટલ સાક્ષરતા કેળવવાની તાતી જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે

Post navigation

અમદાવાદમા મેઘરાજાની ધબધબાટી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Usમાં અકસ્માત ટળ્યો, અમેરિકન એરલાઇન્સના પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ

More Posts

Gujarat/ વ્યાજખોરના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, અમદાવાદના અસલાલી વિસ્તારની ઘટના, ઝેરી ગોળીઓ ખાઈ કર્યું મોતને વ્હાલું, બે વ્યક્તિના નામે લખી સ્યુસાઇડ નોટ, મૃતકે આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો, 2 લાખની સામે 18 લાખ ચુકવ્યા, છતાં પણ વ્યાજખોર આપતો હતો ત્રાસ, બાઈક, સોનાની વીંટી સહિતના દાગીના પણ પડાવ્યા, મૃતકની જમીન પચાવી લેવા કર્યુ દબાણ, અસલાલી પોલીસે હાથધરી તપાસ,

July 27, 2022July 27, 2022parth amin

Political/ રાહુલ ગાંધીએ PM પર કર્યો મોટો હુમલો, કહ્યું – ” પહેલા અંગ્રેજ કંપની બહાદુર હતી અને હવે વડાપ્રધાનના..

January 3, 2021Maya Sindhav

Mehsana news/ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ ભયજનક, જર્જરિત હાલતથી પોલીસ વિભાગ અવઢવમાં

August 6, 2025August 6, 2025Panara Mansi

Politics/ મને મળે પહેલોહાફ, પછી તમે: ડીકે શિવકુમારે સિદ્ધારમૈયા સાથે સમાધાનની ફોર્મ્યુલા આપી

May 17, 2023Maya Sindhav
jummu

જમ્મુ-કાશ્મીર/ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ

February 25, 2022Nita vagh

Gujarat News/ લખપત કિલ્લો કચ્છ: તેના સમયનું કોસ્મોપોલિટન શહેર, દરેક વ્યક્તિ કરોડપતિ હતી… તો પછી  લખપત કેવી રીતે બરબાદ થઈ ગયું?

November 2, 2024Nikunj Patel

આગ/ પાવાગઢ ડુંગર પર લાગી આગ આગ લાગવાને કારણે સૂકા વુક્ષો લપેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું સુરક્ષાને ધ્યાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ

April 30, 2023jani

Not Set/ અમદાવાદ પોલીસે ભીનું સંકેલ્યાની શંકાકુસંકા આવી સામે, વાંચો ચોંકાવનારી ઘટના

February 27, 2018February 28, 2018Nirmal Acharya

અવિશ્વાસની દરખાસ્ત/ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો,PMએ સંસદ ભંગ કરવાની કરી ભલામણ

April 3, 2022mustak malik

Surendranagar News/ થાનમાં ગેરકાયદે કોલસા ખનન પર તવાઈ: 150થી વધુ ખાણો પર દરોડા, હજારો ટન કોલસો જપ્ત

March 25, 2025Yogesh Vaghela
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy