Ahmedabad News: ગુજરાતના લશ્કરી જવાનની ચાલુ ટ્રેનમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. ગુજરાતનો યુવાન બિકાનેર-જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેનમાં જતો હતો ત્યારે તેની આ કરપીણ હત્યા કરવામાં આવી હતી. એટેન્ડન્ટ પાસેથી ચાદર માંગવા બાબતે થયેલી માથાકૂટ આ હત્યામાં પરિણમી હતી.ચાદર માંગવા ગુજરાતના આ લશ્કરી યુવાન અને ફ્લાઇટ એટેડન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ યુવાન અમદાવાદમાં સાબરમતીનો રહેવાસી હતો. મૃતક જવાન ફિરોઝપુરના કેન્ટથી ટ્રેનમાં બેઠો હતો. આ યુવાનની હત્યા કરનારા ઝુબેર મેમણની ધરપકડ કરવામાં આવી છે.
મૃતક યુવાન જીજ્ઞેશ ચૌધરી બનાસકાંઠાના વડગામના મોટી ગડાસણ ગામનો જવાન હતો. તે ટ્રેન મારફતે વતન આવતો હતો. ટ્રેનમાં ચાદર માંગવા બાબતે તકરાર થઈ હતી. આ તકરારમાં તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઝુબેર મેમણની જીઆરપી અને આરપીએફ પોલીસે અટકાયત કરી છે. જવાનના સમાચારથી ગામમાં શોકનો માહોલ છે. શહીદ જવાનની આવતીકાલે અંતિમવિધિ છે.
મૃતક જવાનના કુટુંબને ત્યાં સમાચાર મળતાં ત્યાં રોક્કળનું વાતાવરણ છવાઈ ગયું હતું. યુવાન ઘરનો એકમાત્ર કમાનાર આધાર હતો. માબાપનો પણ તે એકમાત્ર આધાર હતો. તેના કારણે તેમના કુટુંબના લોકોના આંસુ સુકાતા નથી. આ સમાચાર મળવાની સાથે-સાથે આખા કુટુંબમાં ગમગીની છવાઈ ગઈ છે. બધા લોકો આઘાતમાં સ્તબ્ધ થઈ ગયા છે. આખા વિસ્તારમાં સમાચાર જેમ-જેમ ફેલાય છે તેમ તેમ આખા વિસ્તારમાં ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઉપરાંત લશ્કરી જવાનની આ રીતે હત્યા થતાં આખા વિસ્તારના લોકો નારાજ છે. તેઓનો આગ્રહ છે કે આવી નાની બાબતમાં હત્યા કરનારાની સામે પોલીસ આકરી કાર્યવાહી કરે.

આ પણ વાંચો:દાળમાં કાળુ કે આખી દાળ કાળી? અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ
આ પણ વાંચો:અમરેલી : લેટરકાંડ મામલે પરેશ ધાનાણીની વધુ 24 કલાક ધરણાંની જાહેરાત
આ પણ વાંચો:લેટરકાંડઃ પાયલ ગોટી SIT ટીમ લઈ જતી હતી, ત્યારે પરેશ ધાનાણીએ SITની ટીમને રોકી