shrinagar/ PM મોદીએ શ્રીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રાષ્ટ્રને સંદેશો પાઠવ્યો

આજે દર વર્ષની જેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે……..

Top Stories India Breaking News

Shrinagar News: આજે દર વર્ષની જેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે પીએમ નરેન્દ્ર મોદી કાશ્મીરમાં શ્રીનગરની દલ સરોવરના કિનારે 6 હજાર લોકો સાથે યોગભ્યાસ કરી રહ્યાં છે. મોદી દલ સરોવરના કિનારે સ્થિત શેર-એ-કશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફ્રેંસ સેંટરમાં સવારે 6:30 વાગ્યાથી આ કાર્યક્રમમાં ભાગ લેશે. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે 170 થી વધુ દેશોમાં ઉજવાશે.

PM નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંદેશો આપતાં કહ્યું કે, મેં 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના તે પ્રસ્તાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો, જે પોતાનામાં જ એક રેકોર્ડ હતો. ત્યારથી યોગ દિવસ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 2015માં દિલ્હીમાં કર્તવ્ય માર્ગ પર 35 હજાર લોકોએ એકસાથે યોગ કર્યા હતા. 2015માં 35 હજાર લોકોએ એકસાથે યોગ કર્યા હતા. અમેરિકામાં UNના મુખ્યમથક પર યોગ થયા હતા. જમ્મુ કાશ્મીર સાધનાની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલી રહી છે. વિશ્વમાં યોગ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે.

આજે શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે યોગા અને પ્રાણાયમ ખુલ્લા મેદાનને બદલે હોલમાં યોગા કરવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપનાર વડાપ્રધાન મોદીએ યોગાભ્યાસ કર્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે