Not Set/ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ક્રેશ,કરોડો યુઝર્સ અટવાયા

દિલ્હી, સોશિયલ સાઇટ્સ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનું  સર્વર બુધવારે રાતે ડાઉન થતા  વિશ્વના કરોડો યુઝર્સ અટવાયા છે. સર્વેરમાં પ્રોબ્લેમ  થતા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ ફોટો વિડિયો અપલોડ કરી શકતા નહોતા અને લાઈક કોમેન્ટ સહિતના ફીચર્સનો ઉપયોગ પણ કરી શકતા નહોતા. આ પ્રોબ્લેમ 1 કલાક સુધી ચાલ્યો હતો.યુએસ અને કેનેડાથી લઈને ઈટાલી સુધી યુઝર્સ એક કલાક […]

Top Stories World Tech & Auto

દિલ્હી,

સોશિયલ સાઇટ્સ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનું  સર્વર બુધવારે રાતે ડાઉન થતા  વિશ્વના કરોડો યુઝર્સ અટવાયા છે. સર્વેરમાં પ્રોબ્લેમ  થતા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ ફોટો વિડિયો અપલોડ કરી શકતા નહોતા અને લાઈક કોમેન્ટ સહિતના ફીચર્સનો ઉપયોગ પણ કરી શકતા નહોતા.

આ પ્રોબ્લેમ 1 કલાક સુધી ચાલ્યો હતો.યુએસ અને કેનેડાથી લઈને ઈટાલી સુધી યુઝર્સ એક કલાક સુધી મુસીબતમાં મુકાયા હતા. યુઝર્સ સાઈટ પર લોગ ઈન અને પોસ્ટ નહોતા કરી શક્યા.

બુધવારે 9.30 વાગ્યાથી ફેસબુક ડાઉન થયું હતું. અમુક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા કે તેઓ કોઈ પણ પોસ્ટ પર ઇમોજી નથી મોકલી શકતા.

ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સમસ્યા અંગે જાણ છે તેમજ તેઓ આ સમસ્યાને ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ફેસબુક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સાયબર અટેક નથી.એટલું જ નહીં અમુક યૂઝર્સે ફોનમાં તકલિફ હોવાનું માનીને એપ્લિકેશન રિમૂવ કરી હતી. આ લોકો ફરીથી તેમના એકાઉન્ટમાં લોગીન નથી ખરી શકતા.

ટ્વિટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે તેઓ તસવીર અપલોડ નથી કરી શકતા, એટલું જ નહીં પહેલાથી હયાત હોય તેવી તસવીરો બદલી પણ નથી શકતા.