વોટ્સએપ દુનિયાભરમાં 2 બિલિયનથી વધારે યૂઝર્સ સાથે ટોપ મેસેજિંગ એપ બની રહ્યું છે. જો વોટ્સએપને આપણી લાઈફસ્ટાઈલનો એક ભાગ ગણીએ તો પણ ખોટું નહીં ગણાય. ઘણા લોકો અવારનવાર આ એપનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે વોટ્સએપમાં ઘણીવાર એક ભૂલને કારણે એકાઉન્ટ બેન થઈ જતું હોય છે. તો આવો જાણીએ કે કયાં કારણોસર વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી દે છે.
જો તમે એક સાથે ઘણા બધા મેસેજ મોકલી દો છો તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. વોટ્સએપ સ્પષ્ટ રૂપે બલ્ક મેસેજ ન કરવાની સલાહ આપે છે. વોટ્સએપનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ કે ઓટો-મેસેજ અથવા ઓટો-ડાયલ ન કરો.

ઘણીવાર કોઈ યૂઝર્સ પણ આપણા એકાઉન્ટને રિપોર્ટ મારી દે છે જેને લઈને વોટ્સએપ આપણું એકાઉન્ટ બેન કરી દે છે. ધ્યાન રાખો કે બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરીને મોકલેલા મેસેજ ફક્ત ત્યારે જ તેમને દેખાશે જ્યારે યૂઝર્સ પોતાની કોન્ટેક્ટ લિસ્ટને પોતાના ફોનમાં એડ કર્યો હશે. બ્રોડકાસ્ટ મેસેજને વારંવાર ઉપયોગ કરવાથી લોકો તમારા એકાઉન્ટને રિપોર્ટ મારી શકે છે જેનાથી તમારું એકાઉન્ટ બેન થવાની શક્યાતાઓને વધારી દે છે.
મેન્યૂઅલ ટૂલના ઉપયોગથી મોટા પ્રમાણમાં વોટ્સએપથી જાણકારી નીકાળવાથી બચવું જોઈએ. વોટ્સએપથી કોન્ટેક્ટથી પ્રોફાઈલ પિક્ચર અને સ્ટેટસને ડાઉનલોડ કરવા આ બધું વોટ્સએપની સેવા અને શરતોનું ઉલ્લંઘન કરે છે અને તમારું એકાઉન્ટ બેન કરે છે.
આ પણ વાંચો: કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, દિલ્હીમાં ખલીલ પાછો ફર્યો
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..
આ પણ વાંચો: મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું- સોનિયા ગાંધી….
આ પણ વાંચો: યુક્રેનને જીતવવા માટે પુતિનને લીધો આ નિર્ણય,આ કમાન્ડરને સોંપી જવાબદારી,જાણો
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશનું કર્યું પૂજન
