Tech News/ ચોમાસામાં ટ્રાફિક જામ અને ભરાયેલા પાણીથી બચાવશે ગૂગલ મેપ્સની આ સિક્રેટ ટ્રિક; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

ચોમાસામાં વરસાદ અને ટ્રાફિક જામથી બચવા માટે ગૂગલ મેપ્સ (Google Maps) ના ટ્રાફિક લેયર ફીચરનો ઉપયોગ કરો. જાણો લાઈવ ટ્રાફિક ચકાસવાની અને વૈકલ્પિક રૂટ શોધવાની રીત.

Tech & Auto
Google Maps The secret trick

Tech & Auto News : વરસાદની મોસમ શરૂ થતાં જ શહેરોના માર્ગો પર પાણી ભરાઈ જવા અને કલાકો સુધી ટ્રાફિક જામ થવો એ રોજિંદી સમસ્યા બની જાય છે. ચોમાસામાં ઓફિસ, કોલેજ કે કોઈ કામથી નીકળતી વખતે રસ્તાની વાસ્તવિક સ્થિતિ જાણવી અત્યંત જરૂરી છે. આવી પરિસ્થિતિમાં ગૂગલ મેપ્સ (Google Maps) નું ‘ટ્રાફિક લેયર’ (Traffic Layer) ફીચર યુઝર્સ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
આ ફિચરની મદદથી તમે ઘરેથી નીકળતા પહેલા જ રસ્તા પરની લાઈવ સ્થિતિ જોઈને કલાકોના ટ્રાફિક જામથી બચી શકો છો.આ નેવિગેશન ટૂલ તમને માત્ર રસ્તાનો હાલનો ટ્રાફિક જ નથી બતાવતું, પરંતુ જામ હોય ત્યારે બાયપાસ કે વૈકલ્પિક રસ્તો (Alternative Route) પણ સૂચવે છે.

Google Maps :ગૂગલ મેપ્સની રંગીન રેખાઓનો સાચો અર્થ

જ્યારે તમે એપમાં ટ્રાફિક મોડ ઓન કરો છો, ત્યારે નેવિગેશન રૂટ પર ત્રણ અલગ-અલગ રંગો દેખાય છે

લીલો રંગ (Green): આ રંગ દર્શાવે છે કે રસ્તો સંપૂર્ણપણે ક્લિયર છે અને વાહનો સામાન્ય સ્પીડમાં જઈ રહ્યા છે.

પીળો / નારંગી રંગ (Orange): આનો અર્થ એ થાય છે કે રસ્તા પર મધ્યમ ટ્રાફિક છે અને વાહનોની સ્પીડ થોડી ધીમી છે.

લાલ રંગ (Red): ઘેરો લાલ રંગ ભારે ટ્રાફિક જામ અથવા રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનો અટકેલા હોવાનો સંકેત આપે છે.

સ્માર્ટફોનમાં Traffic Layer કેવી રીતે ચાલુ કરવું?

તમારા મોબાઈલમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.

સ્ક્રીન પર ઉપરની તરફ દેખાતા ‘લેયર્સ’ (Layers) આઈકન પર ક્લિક કરો.

મેનૂમાંથી ‘ટ્રાફિક’ (Traffic) ઓપ્શન સિલેક્ટ કરો.

હવે સ્ક્રીન પર લાઈવ ટ્રાફિકના કલર કોડ દેખાવા લાગશે.

વરસાદ દરમિયાન જો મુખ્ય હાઈવે કે અંડરપાસમાં લાલ કલર દેખાય, તો ગૂગલ મેપ્સ દ્વારા દર્શાવવામાં આવતા આછા ગ્રે રંગના વૈકલ્પિક રૂટને પસંદ કરીને તમે સરળતાથી પોતાની મુસાફરી પૂરી કરી શકો છો.


આ પણ વાંચો : ઓછી કિંમત અને શાનદાર માઈલેજ! આ છે ભારતીય બજારની સૌથી સસ્તી ઓટોમેટિક કાર્સ!

આ પણ વાંચો :ગ્રાહક ડેટા ગોપનીયતા ભંગ બદલ યુરોપમાં ડીપીએ ની મોટી કાર્યવાહી: ઉબેર (Uber) પર 7700 કરોડથી વધુનો દંડ

આ પણ વાંચો :સ્પીડ અને દમદાર પિકઅપના શોખીનો માટે ખુશખબર;10 લાખની અંદર આવતી આ 5 બેસ્ટ ટર્બો-પેટ્રોલ કાર્સ!