Tech News/ સ્પીડ અને દમદાર પિકઅપના શોખીનો માટે ખુશખબર;10 લાખની અંદર આવતી આ 5 બેસ્ટ ટર્બો-પેટ્રોલ કાર્સ!

10 લાખના બજેટમાં દમદાર સ્પીડ અને ઝંઝાવાતી પિકઅપ આપતી 5 શ્રેષ્ઠ ટર્બો-પેટ્રોલ (Turbo car) કાર્સની વિગતો જાણો. Hyundai i20 N Line થી લઈને Tata Altroz Racer સુધીના શ્રેષ્ઠ ઓપ્શન્સ.

Tech & Auto
Turbo car 5 Sensational Options Under 10Lakh

Tech & Auto News : આજકાલ ભારતીય કાર માર્કેટમાં માત્ર સારી માઇલેજ નહીં, પણ દમદાર એન્જિન પાવર અને શાનદાર પિકઅપ વાળી કારોની (Turbo car)માંગ ઝડપથી વધી રહી છે. જો તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે અને તમે ડ્રાઇવિંગના શોખીન છો, તો સ્ટાન્ડર્ડ એન્જિનને બદલે ટર્બો-પેટ્રોલ એન્જિન (Turbo-petrol engine)ધરાવતી કાર પસંદ કરવી એક ઉત્તમ વિકલ્પ છે. ગણતરીની સેકન્ડોમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડતી 10 લાખની અંદરની ટોપ 5 ફાસ્ટેસ્ટ કાર્સ વિશે અહીં જાણો.

Turbo car  : Hyundai i20 N Line (હ્યુન્ડાઈ i20 એન લાઈન)

૧.૦-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવતી આ સ્પોર્ટી હેચબેક 120 PS નો પાવર જનરેટ કરે છે. આ કાર માત્ર 9.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની રફ્તાર પકડી લે છે. તેનો સ્પોર્ટી લુક અને અનોખો એક્ઝોસ્ટ સાઉન્ડ (Exhaust sound)યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.

Tata Altroz Racer (ટાટા અલ્ટ્રોઝ રેસર)

સ્પીડના શોખીનો (Speed ​​enthusiasts)માટે ટાટાએ ખાસ 1.2-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે આ કાર લોન્ચ કરી છે. 120 PS પાવર આપતી આ ગાડી આશરે 10 સેકન્ડમાં 100 કિમી/કલાકની સ્પીડ આંબી જાય છે.

Citroen C3 Turbo (સિટ્રોન C3 ટર્બો)

1.2-લિટર ટર્બો એન્જિન અને 110 PS પાવર ધરાવતી આ કાર તેની હળવી બોડી અને જબરદસ્ત પિકઅપ માટે જાણીતી છે. ઓછા બજેટમાં ચપળ અને ઝડપી ડ્રાઇવિંગ અનુભવ માટે તે ઉત્તમ છે.

Maruti Suzuki Fronx – Turbo (મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ)

1.0-લિટર બૂસ્ટરજેટ ટર્બો એન્જિન ધરાવતી આ કૂપ-સ્ટાઇલ SUV હાઇવે ડ્રાઇવિંગ વખતે અત્યંત સ્ટેબલ રહે છે. તેનો થ્રોટલ રિસ્પોન્સ ખૂબ જ ઝડપી અને દમદાર છે.

Mahindra XUV 3XO (મહિન્દ્રા XUV 3XO)

1.2-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન ધરાવતી આ સબ-કોમ્પેક્ટ SUV ના બેઝ અને મિડ-વેરિઅન્ટ્સ 10 લાખના બજેટમાં ઉપલબ્ધ છે. હાઇ સ્પીડમાં પણ આ કાર ઉત્કૃષ્ટ સંતુલન જાળવી રાખે છે.


આ પણ વાંચો :વિદેશી બજારોમાં ભારતીય EV નો ડંકો;યુરોપ બન્યું ‘મેડ-ઈન-ઈન્ડિયા’ ઇલેક્ટ્રિક કારનું સૌથી મોટું માર્કેટ!

આ પણ વાંચો :શોરૂમનો વીમો લેવાનો ઇનકાર કર્યો તો કારની ડિલિવરી રોકી શકાય? જાણો ગ્રાહકના અધિકારો

આ પણ વાંચો :સ્માર્ટફોનની મેમરી વારંવાર ફૂલ થઈ જાય છે? જાણો સ્ટોરેજ ખાલી કરવાની સૌથી સહેલી રીત