Tech News/ સ્માર્ટફોનની મેમરી વારંવાર ફૂલ થઈ જાય છે? જાણો સ્ટોરેજ ખાલી કરવાની સૌથી સહેલી રીત

Smartphone ની સ્ટોરેજ વારંવાર ફૂલ થઈ જતી હોય તો WhatsApp, Downloads, ડુપ્લિકેટ ફોટા અને કેશ ક્લિયર કરીને સ્પેસ ખાલી કરી શકાય છે. જાણો વિગતવાર માહિતી.

Trending Tech & Auto
Smartphone

How to Free Up Smartphone Storage Tips : જો તમારા ફોનમાં વારંવાર Storage Fullનું નોટિફિકેશન આવી રહ્યું છે, તો તેનું કારણ માત્ર ફોટો કે વીડિયો જ હોય એવું જરૂરી નથી. WhatsAppની જૂની ફાઇલો, Downloadsમાં પડેલા ડોક્યુમેન્ટ્સ, એક જ ફોટાની અનેક કોપી અને બિનજરૂરી એપ્સ પણ ફોનની ઘણી સ્ટોરેજ રોકી શકે છે.

Smartphoneની સ્ટોરેજ ખાલી કરવા માટે આ 5 કામ કરો.

WhatsAppની જૂની ફાઇલો ડિલીટ કરો

WhatsApp પર રોજ આવતા ફોટા, વીડિયો, GIF અને ડોક્યુમેન્ટ્સ ધીમે-ધીમે ફોનની સ્ટોરેજ ભરી દે છે. ખાસ કરીને વધારે મીડિયા ધરાવતા ગ્રુપ્સમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. WhatsAppમાં Settings > Storage and Data > Manage Storage પર જાઓ. અહીં તમને કઈ ચેટ સૌથી વધુ સ્ટોરેજ લઈ રહી છે તેની માહિતી મળશે. બિનજરૂરી મોટા વીડિયો અને ફોટા અહીંથી ડિલીટ કરી શકો છો.

Downloads ફોલ્ડર તપાસો

ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી PDF, ફોટો, વીડિયો અને બીજી ફાઇલો ઘણી વખત કામ પૂરૂં થયા પછી પણ ફોનમાં(Smartphone) પડી રહે છે. તમારા ફોનમાં Files અથવા File Manager ખોલીને Downloads ફોલ્ડર તપાસો. જૂની અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરો. જોકે, જરૂરી ડોક્યુમેન્ટ ડિલીટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.

Smartphone

એક જ ફોટા-વીડિયોની ડુપ્લિકેટ કોપી દૂર કરો

WhatsApp, Telegram અને અન્ય એપ્સના કારણે એક જ ફોટો કે વીડિયો ફોનમાં(Smartphone) એકથી વધુ વખત સેવ થઈ શકે છે. ખાસ કરીને મોટા વીડિયોની ડુપ્લિકેટ કોપી ઘણી સ્ટોરેજ લઈ શકે છે. Galleryમાં જઈને એકસરખી ફાઇલો શોધો અને જરૂરી ન હોય તેવી કોપી ડિલીટ કરો.

એપ્સનો Cache સાફ કરો

કેટલીક એપ્સ ઉપયોગ દરમિયાન ઘણી Cache Files બનાવે છે. Androidમાં સામાન્ય રીતે Settings > Apps > App પસંદ કરો > Storage > Clear Cache વિકલ્પથી તેને સાફ કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખો, Clear Cache અને Clear Data એક નથી. Clear Data કરવાથી એપમાં સેવ થયેલી કેટલીક માહિતી અથવા લોગિન દૂર થઈ શકે છે.

બિનજરૂરી એપ્સ અનઇન્સ્ટોલ કરો

ફોનમાં(Smartphone) એવા ઘણા એપ્સ કે ગેમ્સ હોઈ શકે છે જેનો તમે લાંબા સમયથી ઉપયોગ કરતા નથી. ખાસ કરીને મોટા ગેમ્સ અને વીડિયો એડિટિંગ એપ્સ ઘણી સ્ટોરેજ લઈ શકે છે. એટલે ફોનની એપ્સની યાદી તપાસો અને જે એપની હવે જરૂર નથી તેને અનઇન્સ્ટોલ કરી દો.

ડિલીટ કરતા પહેલાં આ વાત યાદ રાખો

કોઈ મહત્વની ફોટો, વીડિયો કે ડોક્યુમેન્ટ ડિલીટ કરતા પહેલાં તેનો બેકઅપ લઈ લો. જરૂરી ડેટાને Google Photos, Google Drive અથવા અન્ય સુરક્ષિત જગ્યાએ સેવ કર્યા પછી જ ડિલીટ કરવો. આ રીતે ફોનની પાંચ મહત્વની જગ્યાઓ સાફ કરવાથી સ્ટોરેજ ખાલી થશે અને ફોનમાં(Smartphone) જગ્યા બનાવવામાં મદદ મળશે.


આ પણ વાંચો:WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? ઓનલાઈન સ્ટેટસ જોયા વિના આ ટ્રિકથી જાણો

આ પણ વાંચો:ક્યારેક મહેંદીના કોન વેચનારા ગુજરાતી કુણાલ શાહ બન્યા WhatsAppના નવા CEO, જાણો તેમની સફર

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ