Entertainment News/ “દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે છે…”: કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો પ્રચંડ કટાક્ષ

ગોવિંદા (Govinda)પોતાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે એરપોર્ટ પર સ્પોટ થતાં પત્ની સુનિતા આહુજા ભડકી છે. સુનિતાએ આકરા શબ્દોમાં કટાક્ષ કરતા કહ્યું કે દીકરીની ઉંમરની છોકરી સાથે ફરતા થોડી શરમ આવવી જોઈએ.

Entertainment
Govinda-Sunita lashes out at

Entertainment News : બોલીવુડના ‘હીરો નંબર 1’ એટલે કે ગોવિંદા (Govinda)છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં અંગત જીવનના વિવાદોને લઈને ભારે ચર્ચામાં છે. લગ્નબાહ્ય સંબંધો અને છૂટાછેડાની વાતો વચ્ચે ગોવિંદા ફરી એકવાર પોતાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે એરપોર્ટ પર સ્પોટ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ ગોવિંદાના પત્ની સુનિતા આહુજા (Sunita Ahuja )એ આકરા શબ્દોમાં પોતાનો ગુસ્સો ઠાલવીને પતિ પર જોરદાર પ્રહાર કર્યા છે.

એરપોર્ટ પર ફરી સાથે દેખાયા ગોવિંદા અને કોમલ

અભિનેત્રી કોમલ રાની (Komal Rani)સાથે ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત બાદથી જ ગોવિંદાનું નામ તેમની સાથે સતત જોડાઈ રહ્યું (Govinda Affair)છે. અગાઉ પણ બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરમાં ફરી એકવાર બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. પેપરાઝી દ્વારા આ અંગે પૂછવામાં આવતાં સુનિતા આહુજાએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સુનિતાએ ટકોર કરતાં કહ્યું, “ફિલ્મ બન્યા પછી પ્રમોશન થાય, આ તો ફિલ્મ બનવી પણ તો જોઈએ ને? દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરો છો, થોડી તો શરમ આવવી જોઈએ! થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.”

GOVINDA

 શુગર ડેડી અને લુક પર સુનિતાનો તીખો કટાક્ષ

પોતાનો આક્રોશ આગળ ઠાલવતા સુનિતાએ કથિત ગર્લફ્રેન્ડના લુક અને ગોવિંદા પર કટાક્ષ કરતા ઉમેર્યું, “જો તમારો શુગર ડેડી આટલો અમીર છે તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરો! અમને જુઓ, અમે કેવી સ્ટાઇલથી ફરીએ છીએ. ખૂબ જ ખરાબ છે, આ લોકોનું મગજ ખરાબ થઈ ગયું છે.” સુનિતાના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

4 વર્ષનું અફેર કે પબ્લિસિટી સ્ટંટ? ગોવિંદાનું ‘મીઠાઈની દુકાન’વાળું નિવેદન વાયરલ

સૂત્રો મુજબ ગોવિંદા અને કોમલ છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે, જોકે ગોવિંદાએ આ વાતનો ક્યારેય સત્તાવાર સ્વીકાર કર્યો નથી. તાજેતરમાં ગોવિંદાએ કહ્યું હતું કે, “મીઠાઈની દુકાનમાં રહીને ભૂખ્યા નીકળ્યા તો શું દુઃખ છે?” તેમના આ નિવેદનને લોકોએ તેમના અફેરના ગૂઢ સ્વીકાર સાથે જોડ્યું હતું.

બોલિવૂડ કોરિડોરમાં ચર્ચા

“વર્ષોથી અલગ રહેતા સુનિતા અને ગોવિંદા વચ્ચેનો આ જંગ હવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આવી ગયો છે, જેનાથી ફેન્સ પણ આશ્ચર્યમાં છે.”


આ પણ વાંચો :સમય રૈના સહિત 5 કોમેડિયન્સને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે FIR રદ કરી; કહ્યું- ‘આ યુવાનો ખૂબ હોનહાર છે’

આ પણ વાંચો :Awarapan 2 આજે રિલીઝ: ઇમરાન હાશ્મીની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં મચાવ્યો ધમાલ, હવે બોક્સ ઓફિસ પર કેટલું કમાશે?

આ પણ વાંચો :અભિનેત્રી શકીલાની ગળાની સર્જરી, કલાકો સુધી ફોનમાં ગેમ રમવાથી ₹3 લાખનો ખર્ચ