Entertainment News/ અભિનેત્રી શકીલાની ગળાની સર્જરી, કલાકો સુધી ફોનમાં ગેમ રમવાથી ₹3 લાખનો ખર્ચ

અભિનેત્રી શકીલા (Actress Shakeela)એ જણાવ્યું કે બેડ પર લાંબા સમય સુધી ખોટી પોશ્ચરમાં મોબાઈલ પર ગેમ રમવા અને રીલ્સ જોવાની આદત બાદ તેમને ગળાની ગંભીર સમસ્યા થઈ હતી. સર્જરીનો ખર્ચ અંદાજે ₹3 લાખ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

Trending Entertainment
ગેમ રમવાની આદતથી ગળાની ગંભીર સમસ્યા? Actress Shakeelaએ શેર કર્યો સર્જરીનો અનુભવ

Entertainment News: મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી અને ખોટી પોશ્ચરમાં ઉપયોગ કરવાથી શરીર પર ગંભીર અસર થઈ શકે છે. અભિનેત્રી શકીલા (Actress Shakeela )એ પોતાના તાજેતરના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું છે કે લાંબા સમય સુધી બેડ પર સૂઈને ફોનમાં ગેમ રમવાની અને રીલ્સ જોવાની આદતને કારણે તેમને ગળાની ગંભીર સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેમને મોટી સર્જરી કરાવવી પડી, જેમાં અંદાજે ₹3 લાખનો ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું છે.

સર્જરી બાદ અભિનેત્રી શકીલા (Actress Shakeela )ને નેક કોલર પહેરવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના વીડિયો દ્વારા ચાહકો સાથે આ અનુભવ શેર કર્યો હતો.

ચાર કલાક સુધી બેડ પર સૂઈને રમતી હતી ગેમ

શકીલા (Actress Shakeela )ના જણાવ્યા અનુસાર, તેઓ બેડ પર પડખા ફેરવીને કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમ્યા કરતી હતી. એક સમયે સતત લગભગ ચાર કલાક સુધી ફોનમાં ગેમ રમતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, વચ્ચે માત્ર ચા કે કોફી પીવા માટે ઊભા થતાં અને ત્યારબાદ ફરી બેડ પર આવીને ગેમ રમવાનું શરૂ કરી દેતાં. ગેમિંગ બાદ તેઓ લાંબા સમય સુધી YouTube અને Instagram પર રીલ્સ પણ જોતી હતી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી એક જ પ્રકારની ખોટી પોશ્ચરમાં રહેવાના કારણે તેમની ગળાની સમસ્યા ગંભીર બની ગઈ અને અંતે સર્જરી કરાવવાની જરૂર પડી.

સર્જરી બાદ રોજિંદા કામમાં પણ મદદની જરૂર

શકીલા (Actress Shakeela )એ પોતાના વીડિયો દરમિયાન જણાવ્યું કે સર્જરી બાદ હાલ તેમને સામાન્ય કામકાજમાં પણ અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. બેડ પરથી ઊભા થવાથી લઈને ભોજન કરવા જેવા કામોમાં પણ કેરટેકરની મદદની જરૂર પડતી હોવાનું તેમણે કહ્યું છે. સર્જરી બાદ તેઓ નેક કોલર પહેરી રહ્યાં છે અને હાલ રિકવરીના તબક્કામાં છે.

‘ફોન જરૂરી છે, પરંતુ વધુ પડતો ઉપયોગ ન કરો’

પોતાના અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રીએ લોકોને મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકોને મોબાઈલ અને અન્ય ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ ન કરાવવા માટે તેમણે માતા-પિતાને અપીલ કરી છે. તેમણે લોકોને જરૂરી કામ માટે જ ફોનનો ઉપયોગ કરવાની અને લાંબા સમય સુધી વીડિયો, ગેમ તથા રીલ્સ જોવાથી બચવાની સલાહ આપી છે. શકીલા (Actress Shakeela )એ પોતાના ચાહકોને ચેતવણી આપતાં પોતાના અનુભવનો ઉલ્લેખ કરીને કહ્યું કે મોબાઈલનો બેદરકાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

કોણ છે Actress Shakeela ?

શકીલા સી. બેગમનો જન્મ આંધ્ર પ્રદેશના નેલ્લોર નજીક થયો હતો. તેમણે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. ખાસ કરીને 2000માં આવેલી ફિલ્મ ‘કિન્નારાથુમ્બિકલ’ બાદ તેઓ વ્યાપક રીતે ચર્ચામાં આવી હતી. આ ફિલ્મને સફળતા મળ્યા બાદ મલયાલમ સિનેમામાં શકીલા (Actress Shakeela )નો પ્રભાવ વધ્યો હતો અને તેમની ફિલ્મોને લઈને એક અલગ ચાહક વર્ગ ઉભો થયો હતો.

પછીના વર્ષોમાં તેમણે મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે મુખ્ય ભૂમિકાઓ ઉપરાંત કેટલીક ફિલ્મોમાં સહાયક અને નાની ભૂમિકાઓ પણ ભજવી છે. તેમની ફિલ્મોગ્રાફીમાં ‘છોટા મુંબઈ’, ‘તેજા ભાઈ એન્ડ ફેમિલી’, ‘જયમ’, ‘બંગારમ’, ‘અઝહગિયા તમિલ મગન’, ‘શિવા મનસુલા શક્તિ’, ‘બોસ એંગિરા ભાસ્કરન’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો:કંગના રનૌતનો રૂપિયા 56 લાખનો સંસદ લુક ચર્ચામાં, 35 લાખની બેગ અને 21 લાખની ઘડિયાળ

આ પણ વાંચો:અજય દેવગન બન્યા ‘ક્રાઇમ પેટ્રોલ’ના નવા હોસ્ટ, અનૂપ સોનીએ આપી ખાસ પ્રતિક્રિયા

આ પણ વાંચો:‘હજુ સમય છે, અહંકાર છોડી માફી માગી લે…’; એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાનને મોકલ્યો ખાસ મેસેજ!