Entertainment News/ સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ બનશે માતા; પ્રેગ્નન્સી કન્ફર્મ કરી એક્ટ્રેસે જાહેર કરી મેટરનિટી લીવ

સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) લગ્નના 6 મહિના બાદ માતા બનવાની છે. પતિ રાજ નિદિમોરુ સાથે બાળકના સ્વાગત માટે સામંથાએ ફિલ્મોમાંથી બ્રેક લઈ મેટરનિટી લીવની જાહેરાત કરી છે.

Trending Entertainment
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Pregnancy Updates: સાઉથ સિનેમાની ટોપ સુપરસ્ટાર એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના ફેન્સ માટે એક ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં જ માતા બનવાની છે. લગ્નના આશરે 6 મહિના બાદ એક્ટ્રેસે પોતે આ ખુશખબરને કન્ફર્મ કરી છે. સામંથા અને તેના પતિ રાજ નિદિમોરુ ટૂંક સમયમાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. પ્રેગ્નન્સીની અટકળો વચ્ચે સામંથાએ ફિલ્મોમાંથી બ્રેક લઈ પોતાની મેટરનિટી લીવ (પ્રસૂતિ રજા) અંગે પણ મોટી વાત કરી છે.

સક્સેસ પાર્ટીમાં Samantha Ruth Prabhu એ આપી ખુશખબર

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ માં ઇન્ટી બંગારમ’ ની સફળતાની ઉજવણી માટે હૈદરાબાદમાં યોજાયેલી સક્સેસ પાર્ટી દરમિયાન સામંથાએ(Samantha Ruth Prabhu) મીડિયા સમક્ષ આ જાહેરાત કરી હતી. સામંથાએ (Samantha Ruth Prabhu) જણાવ્યું કે, ‘આ ફિલ્મ પછી હું થોડા સમય માટે બ્રેક લઈ રહી છું અને હવે મારે મેટરનિટી લીવ લેવી પડશે. પરંતુ હું ફેન્સથી વધુ સમય દૂર નહીં રહું અને નવી ફિલ્મ સાથે જલ્દી વાપસી કરીશ.’ રિપોર્ટ્સ અનુસાર, સામંથા અત્યારે પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનામાં છે અને આ વર્ષે ડિસેમ્બરમાં બાળકને જન્મ આપી શકે છે. આ ઇવેન્ટમાં ડિરેક્ટર નંદિની રેડ્ડીએ પણ તેને જીવનના આ સુંદર તબક્કા માટે ખાસ વધામણી આપી હતી.

Samantha Ruth Prabhu

ગયા વર્ષે ડિસેમ્બરમાં કર્યા હતા બીજા લગ્ન

સામંથાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેણે વર્ષ 2017 માં સાઉથ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2021માં તેઓ અલગ થઈ ગયા હતા. ત્યારપછી સામંથા(Samantha Ruth Prabhu) અને ડાયરેક્ટર રાજ નિદિમોરુના સંબંધોની ચર્ચા ચાલતી હતી અને આખરે બંનેએ 1 ડિસેમ્બર 2025ના રોજ કોયમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં લગ્ન કરી લીધા હતા. વર્ક ફ્રન્ટ પર, નંદિની રેડ્ડીના નિર્દેશનમાં બનેલી સામંથાની સોલો ફિલ્મ ‘માં ઇન્ટી બંગારમ’ વિશ્વભરમાં આશરે 50 કરોડની કમાણી સાથે સુપરહિટ સાબિત થઈ છે.


આ પણ વાંચો:25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ

આ પણ વાંચો:દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડ્યો, શો છોડવાની આપી ધમકી!

આ પણ વાંચો:‘તારક મહેતા..’ ફેમ જેનિફર બંસીવાલ જાતીય સતામણીનો કેસ જીતી, અસિત કુમાર મોદી દોષિત