TMKOC/ ‘તારક મહેતા..’ ફેમ જેનિફર બંસીવાલ જાતીય સતામણીનો કેસ જીતી, અસિત કુમાર મોદી દોષિત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર બંસીવાલે જાતીય સતામણીનો કેસ જીતી લીધો છે અને શોના નિર્માતા અસિત કુમાર મોદીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Top Stories Breaking News Entertainment

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર બંસીવાલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. આ શોમાં 15 વર્ષ સુધી કામ કરનાર જેનિફરે તેના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ માનસિક અને યૌન ઉત્પીડનનો કેસ નોંધાવ્યા બાદ શો છોડી દીધો હતો. આ પછી અભિનેત્રીએ અસિત કુમાર મોદી, સોહિલ રોમાની અને જતીન વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં જેનિફરે જીત મેળવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલામાં શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને એક્ટ્રેસને 25 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, અસિત વિરુદ્ધ કેસ દાખલ કરવાની સાથે, જેનિફરે શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રોમાની અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન પર તેની સાથે ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો.

આ મામલે અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક ફરિયાદ સમિતિની મદદ માગી હતી. અહેવાલો અનુસાર, અસિતને હવે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ 2013 હેઠળ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

અભિનેત્રીનો આરોપ

જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે અસિત, સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ હોળીના દિવસે થયું હતું. અભિનેત્રીનો આરોપ છે કે હોળીના દિવસે તેને સેટની બહાર જવા દેવામાં આવી ન હતી અને બાદમાં બધા જ ગયા પછી તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે તે નારાજ થઈ ગઈ હતી.

મેકર્સ એક્શન મોડમાં આવ્યા

તે જ સમયે, આ આરોપો પછી, શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું, ‘સેટ પર જેનિફરનું વલણ બિલકુલ સારું નહોતું, તેણી તેના રોલ પર ધ્યાન આપી રહી ન હતી, તેની પ્રોડક્શનમાં ફરિયાદ કરવામાં આવી રહી હતી, એટલું જ નહીં. તેના શૂટના છેલ્લા દિવસે ખૂબ દુર્વ્યવહાર કર્યો. અસિતે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

તે જ સમયે, શોની ડાયરેક્શન ટીમના સભ્યો, અરમાન, ઋષિ દવે અને હર્ષદ જોશીએ કહ્યું હતું કે તેની ટીમ સાથેની ખરાબ વર્તણૂક વધી રહી છે. જ્યારે પણ તે શૂટિંગ પૂરું કરીને બહાર જતી ત્યારે તે ખૂબ જ ઝડપથી કાર લઈ જતી હતી. તેણીની કારની ડાબી કે જમણી બાજુએ કોઈને પણ ઈજા થાય તેની પણ પરવા ન હતી, તેણીએ સેટ પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું, તેથી તેણીનું આ વલણ જોઈને, અમને તેનો કરાર સમાપ્ત કરવાની ફરજ પડી હતી. તે કોઈપણ કારણ વગર અસિતને બદનામ કરતી હતી, તેણીના આ વલણ દરમિયાન તે અમેરિકામાં હતો, અમે અભિનેત્રીના આરોપો સામે ફરિયાદ પણ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…