Entertainment News : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi gang)તરફથી મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે તેની એક્સ-ગર્લફ્રેન્ડ સોમી અલી (Somy Ali)નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. 90 ના દાયકામાં સલમાન સાથે રિલેશનશિપમાં રહેલી સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાનના પ્રાઇવેટ નંબર પર મેસેજ મોકલીને બિશ્નોઈ સમાજના મંદિરે જઈ માફી માગવાની સલાહ આપી છે.

Salman Khan : ‘અહંકાર છોડ અને બિશ્નોઈ મંદિરે જઈ માફી માગ’
એક ઈન્ટરવ્યુ દરમિયાન સોમી અલીએ ખુલાસો કર્યો હતો કે તેણે સલમાન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું, “મેં સલમાનને તેના પ્રાઇવેટ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. મેં તેને કહ્યું કે હજુ પણ સમય છે, પોતાના અહંકાર (Ego)ને બાજુ પર મૂકી દે. બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માગી લે અને ભૂતકાળમાં જે મહિલાઓ સાથે ખોટું કર્યું છે તેમની પણ માફી માગી લે.”
જૂની વાતો ભૂલી મુવ-ઓન કરવા અંગે વલણ
જ્યારે સોમીને પૂછવામાં આવ્યું કે શું ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત કે દોસ્તી ન થઈ શકે? ત્યારે તેણે સ્પષ્ટ કર્યું કે સલમાને પોતાના કૃત્યો માટે માફી માગવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ (Breakup)પછી સોમી અલીએ સલમાન પર શારીરિક અને માનસિક શોષણના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. જ્યારે સલમાન ખાન સતત કડક સુરક્ષા વચ્ચે જીવી રહ્યો છે, ત્યારે સોમી અલીના આ નિવેદને સોશિયલ મીડિયા પર ફરી એકવાર નવો વિવાદ અને ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો :અલ્લુ અર્જુનની ફિલ્મ ‘રાકા’માંથી દીપિકા, રશ્મિકા અને જાહ્નવીના રોલની વિગતો લીક; જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
આ પણ વાંચો :કંગના રણૌત નસીરુદ્દીન શાહ પર ભડકી; કહ્યું- ‘તેઓ શિયાળ છે, દેશનું ખાય છે ને પડોશી દેશ માટે લડે છે’
આ પણ વાંચો :90ના દાયકાના એક્શન સ્ટાર ‘અન્ના’નો જન્મદિવસ; પુત્ર અહાન શેટ્ટી અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા
